ઠંડીનો જોરદાર ચમકારો: અમદાવાદમાં સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું, આજથી ઠંડીનું પ્રમાણ ઘટવાની શક્યતા

|

Dec 21, 2021 | 9:00 AM

ઠંડીનો જોરદાર ચમકારો રાજ્યના દરેક જિલ્લામાં જોવા મળી રહ્યો છે. તો અમદાવાદમાં સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. સારી બાબત છે કે આજથી ઠંડીનું પ્રમાણ ઘટવાની શક્યતા છે.

Winter in Gujarat: રાજ્યમાં ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળી રહ્યો છે. તો અમદાવાદમાં (Ahmedabad) સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. કોલ્ડ વેવના પગલે અમદાવાદમાં તાપમાનનો પારો ગગડયો હતો. અમદાવાદમાં તાપમાનનો પારો 11.1 ડિગ્રી નોંધાયો હતો. ત્યારે 7.1 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. જણાવી દઈએ કે રાજ્યના 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે. તો આજથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટવાની શક્યતા જોવા મળી રહી છે.

રાજ્યભરમાં કોલ્ડવેવ વચ્ચે હાડ થીજવતી ઠંડી જોવા મળી. કચ્છના નલિયામાં તાપમાનનો પારો 4.2 ડિગ્રીએ પહોંચ્યો તો ડીસા અને પાટણમાં 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 10 ડિગ્રી, વડોદરામાં 11.8 ડિગ્રી, રાજકોટમાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું હોવાના અહેવાલ છે. કોલ્ડવેવના પગલે શહેરોમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.

ભારતની વાત કરીએ તો પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે. ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી યથાવત છે. પર્વતો પરથી આવતા ઠંડાગાર પવનના કારણે ઉત્તર ભારતમાં શીત લહેરની અસર વર્તાઈ રહી છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ-હરિયાણા અને દિલ્લીમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે.

લદ્દાખમાં તાપમાનનો પારો ગગડીને માઈનસ 20 ડિગ્રીએ પહોંચ્યો હતો. આ ઉપરાંત રાજસ્થાનના સીકરમાં માઈનસ 2.4 અને ચુરુમાં માઈનસ 2.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આબુમાં પણ માઈનસ 2 ડિગ્રીથી વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. જ્યારે અમૃતસર અને હરિયાણામાં પણ તાપમાનનો પારો 0 ડિગ્રીએ પહોંચ્યો હતો. તો આ તરફ રાજધાની દિલ્હીમાં 3.6 ડિગ્રી અને ઉત્તરપ્રદેશમાં મેરઠમાં લઘુતપમ તાપમાન 3.4 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. ઠંડીથી બચવા લોકો તાપણું કરતાં જોવા મળ્યા હતા.

 

આ પણ વાંચો: AMC આકરા પાણીએ: ઘરે આવીને માગશે કોરોના વેક્સિન સર્ટિફિકેટ, જો રસી નહીં લીધી હોય તો કરશે આ કામ

આ પણ વાંચો: સુરતના હુનર હાટમાં જલસો : કાર્યક્રમના અંતિમ દિવસે ગજલ સમ્રાટ પંકજ ઉધાસ સહિતના આ દિગ્ગજ સિંગરોએ રેલાવ્યા સૂર, જુઓ PHOTOS

Next Video