Gujarati Video : અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, રોગચાળાને લઈ AMCનું તંત્ર સતર્ક

|

Jul 05, 2023 | 1:17 PM

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં શરદી-તાવ, ઝાડા ઉલ્ટી સહિતના કેસોમાં વધારો થતો જઇ રહ્યો છે. અમદાવાદમાં રોગચાળાની વાત કરીએ તો સાદા મલેરિયાના 56 અને ડેન્ગ્યૂના 25 નોંધાયા છે.

Ahmedabad : અમદાવાદમાં ચોમાસાની (Monsoon 2023) શરુઆત થતાની સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં શરદી-તાવ, ઝાડા ઉલ્ટી સહિતના કેસોમાં વધારો થતો જઇ રહ્યો છે. અમદાવાદમાં રોગચાળાની વાત કરીએ તો સાદા મલેરિયાના 56 અને ડેન્ગ્યૂના 25 નોંધાયા છે. તો ચિકનગુનિયાના 2 કેસ સામે આવ્યા છે. જો પાણીજન્ય રોગચાળાની વાત કરીએ તો ઝાડા-ઉલટીના 755 દર્દી, કમળાના 132 અને ટાઈફોઈડના 297 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો- Gujarati Video : નવસારીના ચારપુલ પાસે એસટી બસ ચાલકે મહિલાને લીધી અડફેટે, મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત

બીજી તરફ રોગચાળાને નાથવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર સક્રિય બન્યું છે. AMCના તંત્રએ વિવિધ શૈક્ષણિક સંસ્થા અને બાંધકામ સાઈટ પર તપાસ હાથ ધરી છે. તો કેટલાક સ્થળે મચ્છરોના લાર્વા મળી આવતા કેટલાક યુનિટ સીલ કરી દેવાયા છે. તો અન્ય સ્થળે ફોગિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video