Ahmedabad : ઇ-મેમો નથી ભર્યો તેવા લોકો માટે ચેતાવણી ! લાયસન્સ રદ કરવા આવા વાહનચાલકોનું લીસ્ટ RTOમા મોક્લાયું

અમદાવાદ પોલીસે આવા લોકોની એક યાદી બનાવી RTO ઓફિસમાં મોકલી આપી છે. પોલીસના અંદાજ મુજબ અમુક વાહનચાલકોએ 111થી પણ વધુ વખત ટ્રાફિક નિયમ તોડ્યા છે.

Ahmedabad : ઇ-મેમો નથી ભર્યો તેવા લોકો માટે ચેતાવણી ! લાયસન્સ રદ કરવા આવા વાહનચાલકોનું લીસ્ટ RTOમા મોક્લાયું
Warning for those who have not filled the e memo A list of such drivers was sent to the RTO for license cancellation
Image Credit source: smibolic pic
| Edited By: | Updated on: Feb 17, 2023 | 9:56 AM

જે લોકોએ વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે અને ઇ-મેમો નથી ભર્યો. તેવા લોકોને ચેતવાની જરુર છે, અમદાવાદ પોલીસે આવા વાહન ચાલકો વિરુદ્ધ તવાઈ બોલાવવાનું શરુ કર્યું છે. પોલીસના એક અંદાજ મુજબ 20થી પણ વધુ વાહનચાલકો સૌથી વધુ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાયા છે. જે વાહન ચાલકોને અનેક વખત ઈ-મેમો મોકલાવ્યા બાદ પણ તેમને દંડ ભર્યો નથી.

અમદાવાદ પોલીસે આવા લોકોની એક યાદી બનાવી RTO ઓફિસમાં મોકલી આપી છે. પોલીસના અંદાજ મુજબ અમુક વાહનચાલકોએ 111થી પણ વધુ વખત ટ્રાફિક નિયમ તોડ્યા છે. આવા વાહનચાલકો વિરુદ્ધ RTO લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરશે.

આ પણ વાંચો :Railway News: પશ્ચિમ રેલવે દ્વારા સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેનોની ટ્રીપ લંબાવાઈ, તો અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેન રહેશે રદ, જાણો તમામ વિગતો

આ અગાઉ અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં ટ્રાફિક વિભાગ દ્વારા RTO કચેરી ખાતે 850 ઉપર અરજી લાયસન્સ રદ કરવા માટે મોકલી આપવામાં આવી હતી. જે 800 ઉપર અરજી પૈકી 700 ઉપર અરજીમાં કાર્યવાહી કરીને તેઓના લાયસન્સ રદ્દ કરી દેવાયામા આવ્યા હતા.

ક્યાં ગુનામાં લાયસન્સ રદ્દ કરવા મોકલ્યા હતા

અમદાવાદ RTO અધિકારીના કહેવા પ્રમાણે મોતના અકસ્માત, હિટ એન્ડ રન, ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ જેવા ગુના અને અન્ય ટ્રાફિક નિયમને લગતા ગુનામાં આ પ્રક્રિયા કરવામાં આવી હતી. જે પ્રક્રિયામા જે લોકોનું લાયસન્સ રદ થશે તે લાયસન્સ 6 મહિના માટે રદ થશે અને તે 6 મહિના સુધી નિયમ પ્રમાણે લાયસન્સ વગર વાહન ચલાવી ન શકે અને જો તેમ કરે તો તેની સામે અન્ય કાયદાકીય પ્રક્રિયા થશે.

RTOને મળેલી 850 અરજીમાં ત્રણથી વધુ અરજી લાયસન્સ રદ કરવા માટે મળી હોય તેનો આંક 50 જેટલો હતો અને તેમાં પણ આ અરજીઓ ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યમાંથી આવ્યાનું સામે આવ્યું હતું. જેમાં અહીંના સરનામાનું લાયસન્સ હોય જેની અંદર ગુજરાતના સૌથી વધુ લોકો હોવાનું ખુલ્યું હતું.

Published On - 9:46 am, Fri, 17 February 23