Ahmedabad : દિવાળી પર્વમાં બહાર જવાનુ હોય તો ઝડપથી બુકિંગ કરાવી લો, મુસાફરોનો ઘસારો વધતા ટ્રેનમાં વેઈટિંગ

|

Oct 13, 2022 | 7:04 AM

મોટાભાગની ટ્રેનમાં 300 જેટલું વેઈટિંગ બતાવે છે. તો ક્યાંક 500 જેટલા પણ વેઈટિંગ છે. જે હાઈ વઈટિંગ ગણવામાં આવે છે. મુસાફરોના ઘસારાને જોતા રેલવે પ્રશાસને 18 ટ્રેનમાં એક્સ્ટ્રા કોચ લગાવ્યા છે.

આ તરફ દિવાળી પર્વને (Diwali Festival)  લઈને ટ્રેનમાં વેઈટિંગ ચાલી રહ્યું છે. મોટાભાગની ટ્રેન હાલ હાઉસફુલ છે. દિવાળી પર્વ નિમિત્તે વતન જતા મુસાફરોનો ઘસારો હોવાથી ટ્રેનમાં વેઈટિંગ ચાલી રહ્યું છે. ખાસ કરીને દિલ્લી (Delhi) અને અયોધ્યા માટેનું વેઈટિંગ ચાલી રહ્યું છે. તો ઉત્તર ભારત (North india) તરફ જતી ટ્રેનમાં પણ મુસાફરોનો ઘસારો છે. આ ઉપરાંત ધાર્મિક સ્થળોએ જતી ટ્રેનમાં પણ વેઈટિંગ (Train Waiting) છે. છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોનાને કારણે આ વર્ષે મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોવાથી આ સ્થિતિ ઉભી થઈ છે.

દિવાળી પર્વમાં વતન જવા માટે મુસાફરોનો ઘસારો

મોટાભાગની ટ્રેનમાં 300 જેટલું વેઈટિંગ બતાવે છે. તો ક્યાંક 500 જેટલા પણ વેઈટિંગ છે. જે હાઈ વઈટિંગ ગણવામાં આવે છે. મુસાફરોના ઘસારાને જોતા રેલવે પ્રશાસને 18 ટ્રેનમાં એક્સ્ટ્રા કોચ લગાવ્યા છે. જ્યારે પટના અને જબલપુર માટે સ્પેશિયલ દિવાળી ટ્રેન (Special Diwali train)  શરૂ કરવામાં આવી છે.. મુસાફરોની માગ અને વેઈટિંગ લિસ્ટ જોતા વધારાની ટ્રેનો દોડાવવાની તૈયારીઓ રેલ પ્રશાસને કરી છે.

જાણો વેઇટિંગ લિસ્ટ વિશે

જ્યારે આપણે ટ્રેન મુસાફરીના દિવસે કે થોડા સમય પહેલા જ ટિકિટ (Train Ticket) બુક કરીએ છીએ, ત્યારે ઘણી વખત WL કોડ લખેલો આવે છે. તેનો અર્થ છે વેઇટિંગ લિસ્ટ. વેઇટિંગ લિસ્ટમાં આ સૌથી સામાન્ય કોડ હોય છે. અહીં આપણી ટિકિટ કન્ફર્મ થવાની સંભાવના છે. ઉદાહરણ તરીકે, જો ટિકિટમાં GNWL 7/WL 4 આવે છે, તો તેનો અર્થ એ છે કે તમારી વેઇટિંગ લિસ્ટ 4 છે. એટલે કે આપણી આ ટિકિટ ત્યારે જ કન્ફર્મ થઈ શકશે જયારે આપણી આગળના 4 મુસાફરો કે જેમણે આ જ સીટ માટે ટિકિટો બુક કરાવી હતી તેઓ તેમની ટિકિટ કેન્સલ કરે.

Next Video