અમદાવાદ વીડિયો : વટવામાં હેવાનિયતની હદ વટાવતી ઘટના સામે આવી, પોલિયોગ્રસ્ત બાળકી સાથે પાડોશીએ દુષ્કૃત્ય આચરી હત્યા કરી

| Edited By: | Updated on: Nov 17, 2023 | 10:07 AM

અમદાવાદના વટવામાં હેવાનિયતની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે. પોલિયોથી પીડિત 7 વર્ષની બાળકી પર પાડોશી યુવકે બળાત્કાર ગુજારીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પાડોશીએ બાળકીને ઘરે રમવા બોલાવીને દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યુ છે. બાળકીએ બુમાબુમ કરતા ડરેલા આરોપીએ મોં અને ગળું દબાવીને બાળકીની હત્યા કરી હોવાનું પણ સામે આવ્યુ છે.

અમદાવાદના વટવામાં હેવાનિયતની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે. પોલિયોથી પીડિત 7 વર્ષની બાળકી પર પાડોશી યુવકે બળાત્કાર ગુજારીને હત્યા કરી હતી.બાળકીની સારવાર માટે પરિવાર બિહારથી અમદાવાદ આવ્યો હતો. આ સમયે પાડોશીએ બાળકીને લલચાવીને ઘરે બોલાવી અપકૃત્ય કર્યું હોવાનું સામે આવ્યુ છે. બાળકીએ બૂમાબૂમ કરતા ડરેલા આરોપીએ મોં અને ગળું દબાવીને હત્યા કરી.

બાળકી રમવા ગયાને 2-3 કલાક થતા સ્વજનોએ શોધખોળ કરી, તો પાડોશીના ઘરમાંથી બાળકી મૃત મળી આવી હતી. જેના કપડા પણ વેર-વિખેર હતા. સ્થાનિકોએ મૂળ બિહારના આરોપીને ઝડપીને મેથીપાક ચખાડ્યો હતો. ઈજાગ્રસ્ત આરોપીને હાલમાં સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો છે. તેમજ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ ખસેડાયો છે. પીએમ રિપોર્ટ બાદ પોક્સોની કલમ ઉમેરી આરોપીની ધરપકડ કરી વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો