અમદાવાદ વીડિયો : પીએમ નરેન્દ્રમોદી આવતીકાલે આવશે અમદાવાદ, મેચ બાદ બંને ટીમને રુબરુ મળી આપશે શુભકામનાઓ

| Edited By: | Updated on: Nov 18, 2023 | 1:02 PM

અમદાવાદમાં આવતીકાલે એટલે કે રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટની જંગ થવા જઈ રહી છે. જેના પગલે અમદાવાદમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે. વર્લ્ડકપ 2023ની ફાઈન મેચ જોવા માટે પીએમ નરેન્દ્ર મોદી આવતી કાલે બપોરે 3.35 કલાકે જયપુરથી અમદાવાદ એરપોર્ટ આવશે. અમદાવાદ એરપોર્ટથી રાજભવન જશે. ત્યારબાદ રાજભવનથી સ્ટેડિયમ મેચ જોવા જશે.

અમદાવાદમાં આવતીકાલે એટલે કે રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટની જંગ થવા જઈ રહી છે. જેના પગલે અમદાવાદમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે. વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ જોવા માટે પીએમ નરેન્દ્ર મોદી આવતી કાલે બપોરે 3.35 કલાકે જયપુરથી અમદાવાદ એરપોર્ટ આવશે.

અમદાવાદ એરપોર્ટથી રાજભવન જશે. ત્યારબાદ રાજભવનથી સ્ટેડિયમ મેચ જોવા જશે. મેચ જોયા બાદ પીએમ મોદી રાજભવનમાં રાત્રી રોકાણ કરશે. 20 નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યે રાજસ્થાન જવા નીકળશે. ક્રિકેટ મેચ પૂર્ણ કર્યા બાદ નરેન્દ્ર મોદી બંન્ને ટીમને રુબરુ મુલાકાત લઈ શુભકામનાઓ આપશે.

રવિવારે અમદાવાદમાં રમાનાર મેચમાં વડા પ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, ઓસ્ટ્રેલિયન નાયબ વડાપ્રધાન રિચાર્ડ માર્લ્સ, પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર, કપિલ દેવ, મહેન્દ્રસિંહ ધોની, ઈયાન મોર્ગન, રિકી પોન્ટિંગ, રજનીકાંત, રણબીર કપૂર, અનષ્કા શર્મા, અક્ષયકુમાર, અજય દેવગણ, આથિયા શેટ્ટી, ગૌતમ અદાણી, નીતા અંબાણી અને અદાર પુનાવાલા મેચ જોવા માટે હાજર રહેવાના છે.

( વીથ ઈનપુટ-  રોનક વર્મા )

Published on: Nov 18, 2023 12:26 PM