Ahmedabad : મોદી સરકારે ખાતરના ભાવમાં કોઈ વધારો નથી કર્યો : મનસુખ માંડવિયા

|

Oct 02, 2022 | 10:59 PM

Ahmedabad: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ખાતરના ભાવ અંગે જણાવ્યુ કે બે વર્ષથી વૈશ્વિક પરિસ્થિતિને કારણે ખાતરના અછત ચાલી રહી હતી. ખાતર મળતુ ન હતુ. જે મળતુ હતુ તે મોંઘુ મળતુ હતુ. પરંતુ આવી સ્થિતિમાં પણ મોદી સરકારે ખાતરના ભાવ નથી વધાર્યા ખેડૂતોને ક્યારેય ખાતરની કમી પણ વર્તાવા નથી દીધી.

આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતર (Fertilizers) ના ભાવ વધ્યા હોવા છતાં ભારત સરકારે (Modi Government) ભાવ નથી વધાર્યા.ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે કેન્દ્રની મોદી સરકારે ખાતરના ભાવમાં કોઈ વધારો નથી કર્યો. આ દાવો કર્યો છે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માડવિયા (Mansukh Mandaviya)એ.  તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરના ભાવ વધી રહ્યાં હતા. ખાતરની અછત હતી છતાં મોદી સરકારે ખાતરના ભાવ નથી વધાર્યા. ખેડૂતોને મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખી સરકારે નિર્ણય લીધો હતો. સાથે જ કહ્યું કે કેન્દ્ર સરકાર પર ખાતરની સબસિડીનો અઢી લાખ કરોડનો બોજો છે.

માંડવિયાએ જણાવ્યુ કે વૈશ્વિક પરિસ્થિતિને પગલે આંતરરાષ્ટ્રીય બજારોમાં દરેક ખાતરોના ભાવો વધી ગયા હતા.ખાતરની ઘણી અછત વર્તાઈ રહી હતી. ખાતર મળતુ ન હતુ. જે મળતુ હતુ તે ઘણુ મોંઘુ મળતુ હતુ પરંતુ આ પરિસ્થિતિમાં પણ દેશના ખેડૂતને ક્યારેય ખાતરની અછત નથી વર્તાવા દીધી. એ સમયે કેન્દ્રની મોદી સરકારે DAP ખાતરની એક બેગ પર 2500 રૂપિયા સબ્સીડી ચુકવી હતી છતા દેશમાં ખાતરના ભાવ વધ્યા ન હતા. ખેડૂતોને જે 1350 રૂપિયાના ભાવે થેલી મળતી હતી તે ભાવોમાં કોઈ વધારો કરાયો ન હતો. માંડવિયાએ દાવો કર્યો .

તેમણે વધુમાં જણાવ્યુ કે દર વર્ષે દેશમાં 650 લાખ મેટ્રિક ટન ખાતરની જરૂરિયાત રહે છે. જેમા યુરિયા, DAP, NPK,પોટાશનો સમાવેશ થાય છે. જેમાથી 60થી 70 ટકા ખાતરનું ઉત્પાદન ભારતમાં થાય છે જ્યારે 200થી 250 લાખ મેટ્રિક ટન ખાતર વિદેશથી આયાત કરવુ પડે છે. બીજી તરફ પોટાશ મિનરલ્સ માટે તો આપણે સંપૂર્ણપણે આયાત પર આધાર રાખવો પડે છે. પોટાશની 100 ટકા આયાત બહારથી કરવી પડે છે. આવી સ્થિતિમાં પણ દેશમાં આપણે કેવી રીતે ખાતરના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનીએ તે દિશામાં કામ થઈ રહ્યુ છે. આ એક ઘણો મોટો પડકાર છે પરંતુ પડકારને પહોંચી વળવાની ભારતીયોની પ્રકૃ઼તિ છે.

Next Video