Ahmedabad : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઓક્સિજન પાર્કનું ઉદ્ધાટન કર્યું, 12 હજારથી વધુ વૃક્ષો ઉછેરાયા

|

Jun 20, 2023 | 5:08 PM

અમિત શાહે ઓક્સિજન પાર્કમાં વૃક્ષારોપણ કર્યું અને ક્રેડાઇના હોદ્દેદારોને વૃક્ષના વાવેતરની અપીલ પણ કરી...શાહે ક્રેડાઇને વિનંતી કરતા દરેક બિલ્ડર પોતાની સાઇટ પર ઓછામાં ઓછા 25 વૃક્ષનું વાવેતર કરે...શાહે નિર્ધાર વ્યક્ત કર્યો કે જો વૃક્ષનું જતન થશે તો અમદાવાદ હરિયાળું થશે.

Ahmedabad : અમદાવાદના જગતપુર વિસ્તારમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા રેલવે ઓવરબ્રિજને પણ ખુલ્લો મુક્યો હતો. જ્યારે બીજી તરફ 3 કરોડના ખર્ચે ક્રેડાઇ દ્વારા નિર્મિત ઓક્સિજન પાર્કને અમિત શાહે ખુલ્લો મુક્યો.ઓક્સિજન પાર્કમાં 12 હજારથી વધુ વૃક્ષો ઉછેરાયા છે.આ પ્રસંગે શાહે બિલ્ડરોને વૃક્ષોનું જતન કરવા અપીલ કરી.તો અમિત શાહે બાવળામાં તૈયાર થનારી ત્રિમૂર્તિ હોસ્પિટલનું ભૂમીપૂજન કર્યું. મહત્વપુર્ણ છે કે રૂપિયા 50 કરોડના ખર્ચે 2024માં હોસ્પિટલનું કામ પૂર્ણ થશે.

યોગા પોઇન્ટ પણ બનાવવામાં આવશે

અમિત શાહે ઓક્સિજન પાર્કમાં વૃક્ષારોપણ કર્યું અને ક્રેડાઇના હોદ્દેદારોને વૃક્ષના વાવેતરની અપીલ પણ કરી…શાહે ક્રેડાઇને વિનંતી કરતા દરેક બિલ્ડર પોતાની સાઇટ પર ઓછામાં ઓછા 25 વૃક્ષનું વાવેતર કરે…શાહે નિર્ધાર વ્યક્ત કર્યો કે જો વૃક્ષનું જતન થશે તો અમદાવાદ હરિયાળું થશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:52 pm, Tue, 20 June 23

Next Video