Ahmedabad : બે દિવસમાં સાબરમતી નદીમાં હજારો માછલીઓના મોત ! કોર્પોરેશન દોડતું થઈ ગયું

|

Jul 28, 2022 | 9:28 AM

માછલીઓના મોત અટકાવવા અને માછલીઓનો (Fish)  પૂરતા પ્રમાણમાં ઓક્સિજન (Oxygen)  મળી રહે તે માટે તંત્રએ કવાયત હાથ ધરી છે.

અમદાવાદમાં સાબરમતી નદીમાં (Sabarmati River) માછલીઓના મોતથી કોર્પોરેશન (AMC) દોડતું થઈ ગયું છે. સાબરમતી નદીમાં છેલ્લા બે દિવસમાં હજારો માછલીઓ મોતને ભેટી છે. ઓક્સિજન ઓછો મળવાના લીધે માછલીઓના મોત નીપજ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો માછલીઓના મોત અટકાવવા અને માછલીઓનો (Fish)  પૂરતા પ્રમાણમાં ઓક્સિજન(Oxygen)  મળી રહે તે માટે તંત્રએ કવાયત હાથ ધરી છે. કોર્પોરેશને (Ahmedabad Municipal corporation) ફાયર બ્રિગેડ સહિતની ટીમોને કામે લગાડી છે.

ઓક્સિજન મળી રહે તે માટે તંત્રએ કવાયત હાથ ધરી

આ ટીમો સાબરમતી નદીમાં પાણીનું હલનચલન વધે તે માટે પ્રયાસ કરી રહી છે અને તેના માટે નદીમાં બે દિવસથી સતત બોટ (Boat) ચલાવવામાં આવી રહી છે. તંત્રના દાવા પ્રમાણે પાણીનું હલનચલન વધવાથી પાણીમાં ઓક્સિજનની માત્રા વધે છે.

આ અંગે નિષણાંતોનુ માનીએ તો સામાન્ય રીતે નદી કે તળાવમાં માછલીઓને ઓક્સિજન પુરતા પ્રમાણમાં મળી રહેતો હોય છે પરંતુ હાલ ચોમાસાની સિઝન (monsoon season) દરમિયાન નદીના પાણીની સાથે ઘણા ઔદ્યોગિક એકમો (Industry) પોતાનો પ્રવાહી કચરો ઠલવતા હોય છે. ઉપરાંત આ વિસ્તારના તથા ગામોમાંથી ખરાબ પાણી પણ નદીમાં ઠલવાતું હોય છે.જેનાથી પાણી ઉપર એક પ્રકારનું પડ થઈ જાય છે અને સાથે સાથે લીલી વનસ્પતીઓ નદીમાં ઉગવા લાગે છે. જેના કારણે નદીની અંદર રહેતા જીવોને સુર્યપ્રકાશ મળતો નથી.

(ઈનપુટ-દર્શન રાવલ, અમદાવાદ) 

Next Video