Ahmedabad: BRTS બસમાં બેસવા જતા જ દરવાજો થઈ ગયો બંધ, મહિલાનો જીવ માંડ માંડ બચ્યો, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 14, 2022 | 8:38 AM

BRTS બસના અકસ્માતની આ ઘટના ગત સપ્તાહમાં બની હતી. જેના સીસીટીવી હાલમાં સામે આવ્યા છે. સીસીટીવી સામે આવતા BRTS બસ ડ્રાઈવરની બેદરકારી ધ્યાનમાં આવી હતી.

અમદાવાદમાં મુસાફરોની સુવિધા માટે BRTS બસ (BRTS bus)ની સુવિધા ઉભી કરવામાં આવી છે. જો કે BRTS બસના ડ્રાઈવર તેને મન મુજબ ચલાવીને મનમાની કરતા હોય તેવુ સામે આવ્યુ છે. એક સીસીટીવી ફુટેજ સામે આવતા અમદાવાદમાં BRTS બસ ડ્રાઈવર (BRTS bus driver)ની બેદરકારી સામે આવી છે.

મહિલાનો જીવ માંંડ બચ્યો

અમદાવાદના એક વિસ્તારના બીઆરટીએસ સ્ટેશનના સીસીટીવી સામે આવ્યા છે. આ સ્ટેશન પર એક મહિલા બસમાં પ્રવેશ કરે એ પહેલા જ BRTS બસના દરવાજા બંધ થયા હોવાનું જોવા મળ્યુ છે. બસ ડ્રાઈવર મહિલા બસમાં ચઢે એ પહેલા જ બસ હંકારી દે છે. જેના કારણે મહિલા નીચે પટકાઈ જાય છે. જો કે સદનસીબે આ મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી નથી.

એક સપ્તાહ પહેલાના સીસીટીવી

BRTS બસના અકસ્માતની આ ઘટના ગત સપ્તાહમાં બની હતી. જેના સીસીટીવી હાલમાં સામે આવ્યા છે. સીસીટીવી સામે આવતા BRTS બસ ડ્રાઈવરની બેદરકારી ધ્યાનમાં આવી હતી.

અગાઉ પણ અમદાવાદમાં BRTS બસ અકસ્માતની અનેક ઘટનાઓ બનેલી છે. જેમાં ડ્રાઈવર વધુ સ્પીડમાં બસ ચલાવતો હોય અથવા કોઈ જગ્યાએ બસ અથડાઈ ગઈ હોય તેવી ઘટનાઓ બનેલી છે. ત્યારે આટલી ઘટનાઓ છતા તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તે સવાલો ઉભા થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Aravalli: માંકરોડા ગામમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો પરિણીતાનો મૃતદેહ, પરિવારને હત્યા થઈ હોવાની આશંકા

આ પણ વાંચોઃ Ahmedabad: જાન્યુઆરી માસમાં AMCએ 578 ઢોર પકડયાનો દાવો, વિપક્ષે કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ