જે વિદ્યાર્થીઓને ટેકનોલોજીના ક્ષેત્રમાં વધુ રસ છે અને તેના કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે ટેકનોલોજીકલ યુનિવર્સિટીઓ પર મદાર રાખવો પડતો હોય છે. પરંતુ હવે આ પ્રકારના ટેકનીકલ કોર્ષ અને ફાર્મસીને લગતા અભ્યાસક્રમો ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ થવા જઈ રહ્યાં છે. ફાર્મસી અને ટેકનોલોજીના ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસક્રમો ગુજરાત યુનિવર્સીટી શરૂ કરવા જઈ રહી છે. જે માટે આગામી શૈક્ષણિક સત્રથી પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ કરશે. આ કોર્ષમાં બીટેક, એરોનોટીક્સ, સ્પેસ સાયન્સ, રેડિયેશન સાયન્સ, ઓરોઝન ટેકનોલોજી કોર્ષ શરૂ કરવામાં આવશે. આ અંગે ગુજરાત યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર હિમાંશુ પંડ્યાએ જણાવ્યું કે ચાલુ શૈક્ષણિક વર્ષ 2023-24થી ફાર્મસી અને ટેકનોલોજી આ બંને વિદ્યાશાખાના અભ્યાસક્રમ શરૂ થશે. ફાર્મસીમાં એમએસસી અને એમટેકના કોર્ષ આપવામાં આવશે. તેની સાથે બીએસસી અને બીટેકના કોર્ષ પણ શરૂ થશે. તેની સાથે બીટેક અને એમટેકમાં સ્પેશિયલાઈઝ કોર્ષ એવિએશન અને એરોનોટીક્સ જે આતંરરાષ્ટ્રીય માપદંડો ધરાવે છે તેવા કોર્ષ શરૂ કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હિમાંશુ પંડ્યાએ જણાવ્યુ કે ચાલુ શૈક્ષણિક વર્ષ વર્ષ 2023-24થી જે પ્રવેશ થશે તેમા ફાર્મસી અને ટેકનોલોજી આ બંને વિદ્યાશાખાના અભ્યાસક્રમો શરૂ થશે. અને તેના પ્રવેશની કામગીરી શરૂ થશે. ફાર્મીસીમાં MSC અને M.Techના કોર્સિસ શરૂ કરવામાં આવશે. તેની સાથે BSC અને B.Tech પણ આપવામાં આવશે. પાંચ વર્ષના ઈન્ટ્રીગ્રેટ કોર્સ પણ આપવામાં આવશે. બીટેક અને એમટેકમાં સ્પેશ્યિાલાઈઝ્ડ કોર્સિસ જેવા કે એવિએશન, એરોનોટિક્સ સહિતના અભ્યાસક્રમો 2023-24થી શરૂ કરવામાં આવશે.
Published On - 11:57 pm, Fri, 6 January 23