Ahmedabad: SVP હોસ્પિટલ બનશે પ્રથમ પેપરલેસ હોસ્પિટલ, દર્દીઓને મોબાઇલ પર જ મળી જશે તમામ રિપોર્ટ

| Edited By: | Updated on: Feb 15, 2022 | 6:52 AM

આ સેવાને કારણે દર્દીને તેના તમામ રીપોર્ટ પોતાના મોબાઇલોમાં જ મળી જશે તથા તેને સાચવવાની અને જરૂર પડે શોધવાની મુશ્કેલીનો સામનો નહી કરવો પડે. સેકન્ડ ઓપીનીયન કે અન્ય સલાહ માટે પણ દર્દી તેને ફોરવર્ડ કરી માર્ગદર્શન મેળવી શકશે.

અમદાવાદ (Ahmedabad)ની SVP હોસ્પિટલ સૌથી પહેલી પેપરલેસ હોસ્પિટલ ( Paperless Hospital) બનશે. SVP હોસ્પિટલમાં હવે દર્દીઓની તમામ વિગતો મોબાઈલ પર મેળવી શકાશે. હોસ્પિટલ દ્વારા શરુ કરાયેલા પેશન્ટ પોર્ટલ  (Patient portal)પર દર્દીની તમામ વિગતો મળી શકશે.

અમદાવાદની SVP હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ અને તેમના પરિવારજનોએ તેમના રિપોર્ટને લઇને હાલાકીનો સામનો કરવો નહીં પડે. SVP હોસ્પિટલની વેબસાઈટ www.svphospital.com પર પેશન્ટ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. SVP હોસ્પિટલની OPD, દાખલ થયેલા તેમજ સારવાર મેળવતાં તમામ દર્દીઓને તેઓના લેબોરેટરી, રેડીયોલોજી ડાયાગ્નોસ્ટિક રીપોર્ટ, બિલ તથા ડિસ્ચાર્જ સમરી તેઓના મોબાઇલમાં જ મળી રહે તે માટે પેશન્ટ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે.

પોર્ટલમાં દર્દીના બલ્ડ રિપોર્ટ, એક્સ રે-સોનોગ્રાફી-સીટી સ્કેન, MRI રિપોર્ટની તમામ વિગતો પોર્ટલ પર જ મળી રહેશે. આ સેવાને કારણે દર્દીને તેના તમામ રીપોર્ટ પોતાના મોબાઇલોમાં જ મળી જશે તથા તેને સાચવવાની અને જરૂર પડે શોધવાની મુશ્કેલીનો સામનો નહી કરવો પડે. સેકન્ડ ઓપીનીયન કે અન્ય સલાહ માટે પણ દર્દી તેને ફોરવર્ડ કરી માર્ગદર્શન મેળવી શકશે. SVP હોસ્પિટલ આ સેવા શરૂ કરનાર પ્રથમ સરકારી જનરલ હોસ્પિટલ છે.

આ સેવા મેળવવા માટે સૌ પ્રથમ દર્દીએ એસ.વી.પી. હોસ્પિટલની વેબ સાઇટ પર જઈ પેશન્ટ પોર્ટલ ખોલવાનું રહેશે. .સાઇન ઇનમાં SVP હોસ્પિટલમાં રજીસ્ટર્ડ થયેલો મોબાઇલ નંબર નાખવાનો રહેશે. દર્દીને મોબાઇલ પર એક OTP મળશે અને મોબાઇલ નંબર હેઠળ રજીસ્ટર્ડ થયેલા તમામ દર્દીઓના બ્લડ રીપોર્ટ, એકસ રે, સોનોગ્રાફી, સીટી સ્કેન, MRI રિપોર્ટ, તેઓના બિલો તથા ડિસ્ચાર્જ સમરી સહિતની તમામ વિગતો ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો-

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાઃ સુરેન્દ્રનગર પાલિકાને 3.90 કરોડ અને કાલોલ પાલિકાને 2.95 કરોડ ફાળવાયા

આ પણ વાંચો-

માલધારી પછી મહારાષ્ટ્રમાં કાયદાની જાળમાં ફસાયેલા કચ્છના ઊંટો પણ હવે મુકત થયા