Ahmedabad: સરખેજ વિસ્તારમાં આવેલા ભારતી આશ્રમને (Bharti Ashram) લઈને વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે. વિવાદમાં હવે હરિહરાનંદ બાપુ તરફથી ઋષિ ભારતી બાપુ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હરિહરાનંદ વતી સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે યદુનંદસ્વામી તેમજ અન્ય સાધુઓ પહોંચ્યા હતા. હરિહરાનંદ તેમજ તેમના અનુયાયીઓનો દાવો છે કે, ભારતી બાપુ દ્વારા કરવામાં આવેલા વિલમાં તેમને ઉત્તરાધિકારી બનાવવા કહેવાયું હતું, તેમજ વસિયતનામામાં ઋષિ ભારતીનો કોઈ ઉલ્લેખ જ નથી.
ઋષિ ભારતી પર હરિહરાનંદબાપુ વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ મૂકતા યદુનંદસ્વામીએ આક્ષેપ કર્યા કે, આ સમગ્ર કાવતરું તેમને બદનામ કરવા માટે રચવામાં આવ્યું હતું. અને ખોટા તેમજ તથ્યવિહોણા આરોપ મૂકવામાં આવ્યા હતા. તો બીજી તરફ, ઋષિ ભારતીએ એક હસ્તલિખિત વસિયતનામું જાહેર કરી પોતે ભારતી બાપુના ઉત્તરાધિકારી છે તેવો દાવો કર્યો છે. સાથે જ ઋષિ ભારતી બાપુએ યદુનંદન ભારતી બાપુ પર પણ આક્ષેપોનો મારો ચલાવતા જણાવ્યું કે, યદુનંદન ભારતી બાપુએ સરખેજ આશ્રમ પર હુમલો કરાવ્યો હતો. સાથે જ યદુનંદન ભારતી બાપુ ગુનાહિત ઈતિહાસ ધરાવાત હોવાના પણ આક્ષેપો તેમણે કર્યા છે.
તેમણે કહ્યું કે, 2021ના સરખેજ આશ્રમના વીલમાં મારૂ નામ છે. આ દાવો કર્યો છે સરખેજ આશ્રમના મહામંડલેશ્વર ઋષિભારતી બાપુએ. વીલની કોપી સાથે બાપુએ દાવો કર્યો કે, 2010 અને 2021ના વીલમાં તેમના નામનો ઉલ્લેખ છે. જોકે વાંધા અરજીને પગલે કોર્ટ કેસ ચાલતો હોવાની સ્પષ્ટતા તેમણે કરી. તો હરીહરાનંદ બાપુ ગુમ થવાના કેસમાં ભૂમિકા હોવાની વાતને રદીયો આપીને. જો ક્યાંય વાંક નિકળશે તો સરખેજ આશ્રમ છોડી દેવાની વાત કરી. અને નામ લીધા વિના કેટલાક લોકો પર તેમણે ષડયંત્રનો આરોપ લગાવ્યો.