CCTV Video: અમદાવાદમાં વાહનચાલકો બેફામ, ઝડપી ગતિના વાહને અકસ્માત સર્જતા રાહદારીએ જીવ બચાવવા ભાગવુ પડ્યુ!
રાહદારીએ જીવ બચાવવા ભાગવુ પડ્યુ

CCTV Video: અમદાવાદમાં વાહનચાલકો બેફામ, ઝડપી ગતિના વાહને અકસ્માત સર્જતા રાહદારીએ જીવ બચાવવા ભાગવુ પડ્યુ!

| Edited By: | Updated on: Aug 13, 2023 | 4:20 PM

Accident Live CCTV video: અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવી જ રીતે એક પીક-અપ વાન ચાલકે બેફામ વાહન હંકારીને અકસ્માત સર્જ્યો છે. વાહનની ગતિ એટલી ઝડપી હતી કે, જાણે વાહન તેના ચાલકના નિયંત્રણમાં જ નહોતુ રહ્યુ.

 

બેફામ વાહન હંકારનારાઓ પર જાણે કે હજુ પણ નિયંત્રણ આવી રહ્યુ નથી. કોઈ જ ડર કાયદાનો ના રહ્યો હોય એમ વાહનચાલકો બેફામ-પૂરઝડપે વાહન ચલાવતા અકસ્માત સર્જી રહ્યા છે. અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવી જ રીતે એક પીક-અપ વાન ચાલકે બેફામ વાહન હંકારીને અકસ્માત સર્જ્યો છે. વાહનની ગતિ એટલી ઝડપી હતી કે, જાણે વાહન તેના ચાલકના નિયંત્રણમાં જ નહોતુ રહ્યુ. ઘટનાના દ્રશ્યો CCTV માં કેદ થયા છે, જે સામે આવતા જ જોઈ શકાય છે કે, રસ્તા પર અને સાઈડમાં ઉભેલા લોકો પર કેવુ જોખમ તોળાયુ હતુ.

CCTV માં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક રાહદારીએ પોતાનો જીવ બચાવતા રીતસરનુ ભાગવુ પડ્યુ હતુ. જ્યારે રોડ સાઈડમાં એક બાઈક પર સવાર આધેડનો પણ માંડ જીવ બચ્યો છે. ઘટના સર્જીને વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અને તે નશાના હાલતમાં હતો કે કેમ એવા પણ સવાલો થઈ રહ્યા છે. હાલ તો ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરુ કરી છે.

 

આ પણ વાંચોઃ  USA ગેરકાયદેસર જવાની ઘેલછામાં પાસપોર્ટ એજન્ટને આપ્યા બાદ પોલીસને ગેરમાર્ગે દોરતા 4 સામે ફરિયાદ

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Aug 13, 2023 04:19 PM