Ahmedabad: વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે સેવાલય કેમ્પનું થયું આયોજન

|

Sep 17, 2022 | 9:11 AM

ભાજપના નેતા અમિત ઠાકરે ગોકુળ આવાસ યોજના અને ગોપાલ આવાસ યોજનામાં એક સેવાલય કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પ ચાર દિવસ સુધી ચલાવવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના તમામ નેતા અને કાર્યકર્તાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને વિસેષ બનાવવા માટે  સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ આયોજનો હાથ ધર્યા છે.

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Modi birthday) જન્મ દિવસ છે ત્યારે તેની ઉજવણી લોકો વિવિધ રીતે કરી રહ્યા છે આ અંતર્ગત ભાજપના નેતા (BJP) અમિત ઠાકરે પણ ગોકુળ આવાસ યોજના અને ગોપાલ આવાસ યોજનામાં એક સેવાલય કેમ્પનું (Seva Camp) આયોજન કર્યું હતું. આ કેમ્પ ચાર દિવસ સુધી ચલાવવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના તમામ નેતા અને કાર્યકર્તાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને વિસેષ બનાવવા માટે  સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ આયોજનો હાથ ધર્યા છે.

 

આ કેમ્પનો મુખ્ય હેતુ સરકારની પાંચ યોજના આયુષ્યમાન કાર્ડ, આધારકાર્ડ, ઇ-શ્રમ કાર્ડ, સિનિયર સિટીઝન માટે ફ્રી બસ સેવા કાર્ડ અને ફેરિયાઓ માટે સ્વનિધિ યોજનાના કાર્ય ઈશ્યૂ કરાવવાનો છે. આવાસ યોજનામાં લગભગ 1200 જેટલા મકાનો છે. જેમાં લાભાર્થીઓએ સરકારી યોજનાનો લાભ મળે તે હેતુથી આ કેમ્પની શરૂઆત કરવામાં આવી.

ભાજપ દ્વારા સેવા પખવાડિયાની ઉજવણી

ભારતીય જનતા પાર્ટીના તમામ નેતા અને કાર્યકર્તાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને વિસેષ બનાવવા માટે  સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ આયોજનો હાથ ધર્યા છે.  જે અંતર્ગત ભાજપ આખા દેશમાં બૂથ સ્તર પર 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે ‘સેવા પખવાડિયા’ હેઠળ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરશે. આખા દેશમાં આ જન્મદિવસને યાદગાર બનાવવાની યોજના બનાવવામાં આવી છે.

Published On - 8:12 am, Sat, 17 September 22

Next Video