PM Modi ના જન્મદિન નિમિત્તે રાજ્યમાં અનેક યોજનાઓથી આટલા કરોડનો લાભાર્થીઓને મળ્યો લાભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે ટાગોર હોલ ખાતે રાજ્ય કક્ષાનો ગરીબ હિતલક્ષી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. રાજ્યમાં 400થી વધુ સ્થળે આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 8:29 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Modi Birthday) આજે 71 મો જન્મદિન છે. આ નિમિત્તે દેશભરમાં અનેક રીતે ઉજવણી થઇ રહી છે. પીએમના જન્મ દિવસ નિમિત્તે ટાગોર હોલ ખાતે રાજ્ય કક્ષાનો ગરીબ હિતલક્ષી કાર્યક્રમ (Poor welfare program) યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં 400થી વધુ સ્થળે આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યકાર્મોની ખાસ વાત એ રહી કે અને પ્રધાનમંત્રીના જન્મ દિવસે 138 કરોડની સહાય વિવિધ યોજનાઓ દ્વારા લાભાર્થીઓને પહોંચાડવામાં આવી છે.

જ્યમાં આજે 2 લાખ પરિવારોને પ્રધાનમંત્રી ઉજવલા યોજનાના ગેસ કનેક્શન અને સગડીનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનાની આજથી શરૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સર્વાંગી વિકાસ ભાજપનો મંત્ર છે. વિકાસના નામે થાગડ થિંગડ યોજનાઓ ઘડવાના યુગનો મોદીએ અંત લાવી દીધો છે. સરકારે ગરીબો અને વંચિતો માટે અનેક યોજનાઓ અમલી કરી છે. તેમણે મોદી સરકારના આવ્યા બાદ ગરીબો માટેની યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે રાજ્યભરમાં અલગ અલગ રીતે પીએમ મોદીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી. જેમાં ક્યાંક PM મોદીનું 71 ફૂટ ઊંચું અને 28 ફૂટ પહોળું સ્ટેચ્યુ તૈયાર કરાયું.તો ક્યાંક વૃક્ષારોપણ કરવામાં આવ્યું. કોઈ જગ્યાએ સાયકલ યાત્રા નીકળી તો ક્યાંક પૂજા, યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. તો ક્યાંક 71 કિલોની કેક કાપવામાં આવી.

 

આ પણ વાંચો: ગજબ ટેલેન્ટ: સુરતની આ મહિલાએ ‘ચા’ માંથી તૈયાર કર્યું PM Modi નું પેઇન્ટિંગ, જોઈને તમે પણ કહેશો વાહ

આ પણ વાંચો: PM Modi ના જન્મદિવસની મહેસાણામાં અનોખી રીતે કરવામાં આવી ઉજવણી, જુઓ Video

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">