Ahmedabad : રેલવે મુસાફરોની સુવિધામાં વધારો, સેકન્ડ ક્લાસ જનરલ ટિકિટ સુવિધા શરૂ કરાઇ

|

May 04, 2022 | 6:11 PM

અમદાવાદથી(Ahmedabad) પસાર થતી રિવા-રાજકોટ અને જબલપુર-સોમનાથમાં સેકન્ડ ક્લાસ જનરલ ટિકિટની સુવિધા શરૂ કરવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ રોકવા જનરલ ટિકિટની સુવિધા બંધ કરાઈ હતી.

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના કપરા કાળમાં ટ્રેનોમાં(Train)  બંધ કરાયેલી જનરલ ટિકિટની(Tickit) સુવિધાનો રેલવે વિભાગે ફરી પ્રારંભ કર્યો છે. જેમાં અમદાવાદથી પસાર થતી રિવા-રાજકોટ અને જબલપુર-સોમનાથમાં સેકન્ડ ક્લાસ જનરલ ટિકિટની સુવિધા શરૂ કરવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ રોકવા જનરલ ટિકિટની સુવિધા બંધ કરાઈ હતી. જો કે કોરોનાનું સંક્રમણ ઓછું થઈ જતા રેલવે વિભાગ તમામ સુવિધાઓ ફરી તબક્કાવાર શરૂ કરશે. અમદાવાદથી જતી હાવરા-ગાંધીધામ અને આસનસોલ-ભાવનગર એક્સપ્રેસમાં 7 જૂલાઈથી જનરલ ટિકિટ મળવા લાગશે.

આ ઉપરાંત પશ્ચિમ રેલવે  દ્વારા મુસાફરોની સુવિધા માટે 25 જોડી ટ્રેનોમાં લિનન સુવિધા પુનઃસ્થાપિત કરવામાં આવી છે. ભારતીય રેલ્વેએ ટ્રેનોમાં લિનન, ધાબળા અને પડદાને ફરી લગાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેનોમાં મુસાફરી દરમિયાન કોરોના માટેના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ભારતીય રેલ્વેના આ પ્રતિબંધને પાછો ખેંચવાના નિર્ણયને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા 25 જોડી ટ્રેનોમાં લિનન સિસ્ટમ પુનઃસ્થાપિત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે લિનન સુવિધા સુનિશ્ચિત કરવા માટે  (બેડશીટ્સ, બ્લેન્કેટ વગેરે)નો પુરવઠો તબક્કાવાર મોકલવામાં આવી રહ્યો છે. આ માટે મોટી માત્રામાં નવા લિનન ખરીદી કરવામાં આવી રહી છે. રેલવે આ સેવાને 100 ટકા ઉપલબ્ધ કરાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

Published On - 6:07 pm, Wed, 4 May 22

Next Video