અમદાવાદમાં જળબંબાકાર, સાબરમતી વિસ્તારમાં 11 લોકોને સુરક્ષિત બચાવાયા, જુઓ રેસ્ક્યૂનો Video

| Edited By: | Updated on: Jul 25, 2026 | 11:23 AM

 ગુજરાતમાં વરસાદી આફત યથાવત જોવા મળી રહી છે. અમદાવાદમાં વરસાદથી હાલ બેહાલ થયા છે.  અમદાવાદમાં ધોધમાર વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ વચ્ચે ફાયર વિભાગે સાબરમતી વિસ્તારમાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

 ગુજરાતમાં વરસાદી આફત યથાવત જોવા મળી રહી છે. અમદાવાદમાં વરસાદથી હાલ બેહાલ થયા છે.  અમદાવાદમાં ધોધમાર વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ વચ્ચે ફાયર વિભાગે સાબરમતી વિસ્તારમાં સફળ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. પાણી ભરાવને કારણે ઘરોમાં ફસાયેલા કુલ 11 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ઘરોમાં ઘૂસ્યા પાણી, લોકો ફસાયા

ભારે વરસાદના કારણે છાતી સમા પાણી ઘરોમાં ઘૂસી જતાં અનેક લોકો પોતાના ઘરોમાં જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

ફાયર વિભાગે સમયસર કરી બચાવ કામગીરી

ફાયર વિભાગના જવાનોએ જરૂરી સાધનોની મદદથી તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે પહોંચાડ્યા હતા. સમયસર હાથ ધરાયેલી બચાવ કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી અને લોકોને મોટી રાહત મળી હતી.

આ પણ વાંચો-Breaking News : મચ્છુ-2 ડેમ 100 ટકા ભરાયો, મોરબી અને માળિયા તાલુકાના 29 ગામને એલર્ટ કરાયા, જુઓ Video

Published on: Jul 25, 2026 10:05 AM
Follow Us