Ahmedabad : બોટાદ ઝેરી દારૂકાંડ કેસમાં ગ્રામ્ય પોલીસે વધુ છ લોકોની ધરપકડ કરી

|

Jul 27, 2022 | 5:11 PM

બોટાદ(Botad) ઝેરી દારૂકાંડ કેસમાં (Hooch Tragedy) અમદાવાદ ગ્રામ્ય પોલીસે વધુ 6 લોકોની ધરપકડ કરી છે. જેમાં મિથેનોલ (Mithenol)આપનારા વ્યક્તિ અને મદદગારી કરનારા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

બોટાદ(Botad) ઝેરી દારૂકાંડ કેસમાં (Hooch Tragedy) અમદાવાદ ગ્રામ્ય પોલીસે વધુ 6 લોકોની ધરપકડ કરી છે. જેમાં મિથેનોલ (Mithenol)આપનારા વ્યક્તિ અને મદદગારી કરનારા લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ગ્રામ્ય પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ પકડાયેલા આરોપી બરવાળા અને બોટાદના રહેવાસી છે. જેમાં હાલ સુધી બરવાળા ઝેરી દારૂ કાંડમાં મોતનો આંકડો વધીને 42 પર પહોંચી ગયો છે. અત્યાર સુધી સરટી હોસ્પિટલમાં કુલ 97 દર્દીઓને લવાયા. જેમાંથી 18 વ્યક્તિના મોત થયા છે અને 80 લોકો સારવાર હેઠળ છે.. ભાવનગર અને અમદાવાદ સહિત વિવિધ હોસ્પિટલમાં કુલ 144 લોકો સારવાર હેઠળ છે. બીજીતરફ મોતનો આંકડો વધવાની શક્યતા છે. કયા ગામમાં કેટલા મોત થયા તેની વાત કરીએ તો, રોજિદ ગામમાં 10 લોકોનાં મોત થયા છે.. જ્યારે દેવગાણા ગામમાં 5 લોકોનાં મોત થયા છે..ચંદરવા, અણિયાળી, આકરુ અને રાણપરી ગામે 3-3 લોકોનાં મોત થયા છે.. બીજીતરફ ઊંચડી, કુદડા વહીયા અને પોલારપુરમાં 2-2 લોકોનાં મોત થયા છે. જ્યારે સુંદરિયાણા, ભીમનાથ, ખરડ અને વેજળકામાં 1-1નું મોત થયું છે.

અમદાવાદ સિવિલમાં દર્દીઓની સંખ્યા 37 થઇ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઝેરી દારુકાંડના 37 જેટલા દર્દીઓને એકપછી એક ખસેડવાની ફરજ પડી છે. 25 જુલાઇએ રાત્રે જે રીતે લઠ્ઠાકાંડની ઘટના બહાર આવી હતી, તે રીતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અગાઉથી જ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. જેથી જો દર્દીઓને હોસ્પિટલ ખસેડવામાં આવે તો તેની સારવાર ત્વરિત થાય. પ્રાથમિક ધોરણે દર્દીઓની સારવાર બોટાદ અને ભાવનગરની સર. ટી હોસ્પિટલમાં કરવામાં આવી. જો કે કેટલાક દર્દીઓની તબિયત વધુ લથડતા તેમને સારવાર માટે અમદાવાદ સિવિલ લાવવામાં આવ્યા છે. બીજી તરફ મૃત્યુઆંક જે રીતે વધી રહ્યો છે તેને જોતા બોટાદના સ્થાનિક તબીબોએ કોઇપણ જાતનુ જોખમ લીધુ ન હતુ અને કેટલાક દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખસેડવાનું યોગ્ય માન્યુ હતુ. તો ત્રણ દર્દીઓ વેન્ટિલેટર છે.

(With Input, Mihir Soni, Ahmedabad) 

Next Video