Ahmedabad : કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષનો હોબાળો, હાઉસિંગ યોજનામાં ભ્રષ્ટાચારનો મુદ્દો ગુંજ્યો

|

Mar 25, 2022 | 8:45 PM

21 માર્ચના રોજ મુખ્યમંત્રીના હસ્તે ઓઢવ ઇન્દિરા આવાસ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.ગરીબોને આવાસ ફાળવવાને બદલે મળતીયાઓને આવાસ ફાળવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ત્યારે ભાજપના કાઉન્સિલર સામે થયેલા આક્ષેપ અંગે તપાસ કરી પગલાં લેવાશે કે નહીં તે પ્રશ્નાર્થ છે.

અમદાવાદ(Ahmedabad)મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ કોંગ્રેસે ભ્રષ્ટાચારનો(Corruption)મુદ્દો ઉઠાવતા ભારે હોબાળો થયો.તેમજ રોડના કામ તેમજ હાઉસિંગના મકાનમાં(Housing Scheme) ભ્રષ્ટાચાર અંગે સામાન્ય સભામાં હોબાળો થયો હતો. ભાજપ કોંગ્રેસના સભ્યો સામ સામે આવ્યા હતા. ભ્રષ્ટાચાર શબ્દ પરત ખેંચવા શાસક પક્ષની માગ હતી અને આખરે બોર્ડ મુલતવી રાખવાની ફરજ પડી. હાઉસિંગ યોજનામાં વિપક્ષે આક્ષેપ કર્યો છે કે ગરીબોને મકાન આપવાને બદલે કોર્પોરેટરના સગાઓને મકાન ફાળવાયા છે. ગરીબોને આવાસ આપવાને બદલે જમાઈ રાજાને મકાનો આપવામાં આવતા હોવાનો આક્ષેપ છે. ઓઢવના કોર્પોરેટર રીટાબેન દેસાઈના નણંદ ભાવનાબેન દેસાઈને મકાન આપવા મામલે વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો. ત્યારે આ મુદ્દે વિપક્ષે શાસક પક્ષ સામે સવાલો ઉઠાવ્યા હતા.

મળતીયાઓને આવાસ ફાળવવામાં આવ્યા હોવાનો આક્ષેપ

તો બીજીબાજુ મેયર કિરીટ પરમારે તમામ આક્ષેપ ખોટા હોવાનું જણાવ્યું. જ્યારે ઓઢવના જે કોર્પોરેટર સામે આક્ષેપ થયા છે તેમને સવાલ પૂછાતા માત્ર એટલું જ બોલી શક્યા કે હું કંઈ જાણતી જ નથી. 21 માર્ચના રોજ મુખ્યમંત્રીના હસ્તે ઓઢવ ઇન્દિરા આવાસ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.ગરીબોને આવાસ ફાળવવાને બદલે મળતીયાઓને આવાસ ફાળવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ત્યારે ભાજપના કાઉન્સિલર સામે થયેલા આક્ષેપ અંગે તપાસ કરી પગલાં લેવાશે કે નહીં તે પ્રશ્નાર્થ છે.

આ પણ વાંચો : Gandhinagar: UGVCLના એક્ઝીક્યુટિવ એન્જિનિયરનું સ્ફોટક નિવેદન, ખેડૂતોને પૂરતી વીજળી ન મળતી હોવાનો સ્વીકાર

આ પણ વાંચો : Rajkot : કોંગ્રેસે નવું માળખું જાહેર થતા જ ભડકો, પાટીદાર નેતાઓએ વ્યક્ત કરી નારાજગી

Published On - 8:37 pm, Fri, 25 March 22

Next Video