AHMEDABAD : મણિનગર રેલવે સ્ટેશન પર રેલ્વે અને ખોખરા પોલીસનું જનજાગૃતિ અભિયાન
મણિનગરમાં રેલવે તેમજ ખોખરા પોલીસ સ્ટેશનના જવાનોએ સોસાયટીઓમાં જઈને લોકોને સમજ આપી હતી. આપઘાત કરવા આવતા વ્યક્તિઓના બચાવ માટે તાત્કાલિક પોલીસની મદદ લેવા માટે અપીલ કરવામાં આવી હતી.
AHMEDABAD : અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન પાસે સુસાઈડ પોઈન્ટ બની ગયેલા ટ્રેકની બંને બાજુએ રેલવે અને ખોખરા પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું. સામાજિક આગેવાનો તથા સોસાયટીના અગ્રણીઓને સાથે રાખીને પોલીસે અભિયાન શરૂ કર્યું હતું. રેલવે અને ખોખરા પોલિસના અધિકારીઓએ ઉતરાયણ જેવા તહેવારો દરમ્યાન પતંગ ચગાવવા તેમજ પકડવા જતા અકસ્માતને ભેટતા વ્યકિતઓને બચાવી શકાય તે માટે નવતર અભિગમ અપનાવ્યો હતો.
મણિનગરમાં રેલવે તેમજ ખોખરા પોલીસ સ્ટેશનના જવાનોએ સોસાયટીઓમાં જઈને લોકોને સમજ આપી હતી. આપઘાત કરવા આવતા વ્યક્તિઓના બચાવ માટે તાત્કાલિક પોલીસની મદદ લેવા માટે અપીલ કરવામાં આવી હતી. રેલવે PSI દિનેશ યાદવ અને ખોખરા PSI આર એન ચુડાસમા તેમના પોલીસ જવાનોએ આ અભિયાનમાં નાગરિકોને સાવચેતી સાથે સાવધાની રાખવાની તેમજ રેલવેની સીમામા પતંગ પકડવા કે ચગાવવા ન જવા માટે અપીલ કરી હતી.. સાથે જ આત્મહત્યાનું પગલું ભરવા આવનાર વ્યકિતોઓ પર નજર પડે તો સમજાવટથી કામ લઈને તેમને તેમ કરતા રોકવાની અપીલ કરી હતી.
આ પણ વાંચો : AHMEDABAD : ફરજિયાત રસીકરણ વિરુદ્ધની અરજી ફગાવી હાઈકોર્ટે અરજદારોને ઝાટક્યા
આ પણ વાંચો : GRAM PANCHAYAT : મહેસાણા જિલ્લામાં 104 પંચાયતો પર ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ