AHMEDABAD : ફરજિયાત રસીકરણ વિરુદ્ધની અરજી ફગાવી હાઈકોર્ટે અરજદારોને ઝાટક્યા

AHMEDABAD : ફરજિયાત રસીકરણ વિરુદ્ધની અરજી ફગાવી હાઈકોર્ટે અરજદારોને ઝાટક્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 7:01 AM

GUJARAT HC : હાઈકોર્ટે આવી રજૂઆત સાથેની પિટિશનને ફગાવી હતી અને મહાનગરપાલિકાની વૅક્સિનેશન ડ્રાઈવની પ્રશંસા કરી હતી.

AHMEDABAD :અમદાવાદ મહાનગરપાલિકાએ 17 સપ્ટેમ્બરના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું હતું.. જેમાં જણાવવામાં આવ્યું હતું કે સરકારી સ્થળોએ, જાહેર સ્થળોની મુલાકાત એ લોકો જ લઈ શકશે જેમણે રસીના બે ડોઝ લીધા હશે.. આ ઉપરાતં AMTS, BRTSમાં એ લોકોને જ મુસાફરી કરી શકશે જેમણે બે ડોઝ લીધા હશે. આ મુદ્દે હાઈકોર્ટમાં એક અરજીકર્તાએ અરજી કરી હતી.જેમાં રસી નહીં તો પ્રવેશ નહીંના નિયમને અરજીકર્તાએ લોકોના હક્ક પર તરાપ ગણાવી હતી.

નિશાંત બાબુભાઇ પટેલ સહિત ચાર અરજદારોએ અમદાવાદ શહેરના જાહેર સ્થળો પર ફરજિયાત વેક્સિન સર્ટિફિકેટ બતાવવાના નિર્ણયને પડકારતી જાહેર હિતની અરજીમાં કરેલી દલીલથી કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે, લાખો લોકોના હિત માટે AMCએ જે નિર્ણય લીધો છે, તેમાં કોઇએ દખલગીરી કરવાની જરૂર જણાતી નથી. ઓમિક્રોન અને ત્રીજી લહેરની આશંકા વચ્ચે રક્ષણ મેળવવા માટે AMCના સત્તાધીશોએ લીધેલો નિર્ણય દરેક નાગરિક માટે બંધનકર્તા છે. કોઇપણ નાગરિકે કોરોના માટે જાહેરહિતમાં સરકારે લીધેલા નિર્ણયમાં હસ્તક્ષેપ કરવો જોઇએ નહીં.

હાઈકોર્ટે આવી રજૂઆત સાથેની પિટિશનને ફગાવી હતી અને મહાનગરપાલિકાની વૅક્સિનેશન ડ્રાઈવની પ્રશંસા કરી હતી. કોર્ટે નોંધ્યું કે જાહેર હિતમાં અને કોરોના સામેની લડાઈમાં લેવાયેલ નિર્ણયમાં કોર્ટ કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ નહીં કરે. સાથે જ સંભવિત ત્રીજી લહેરથી બચવા રસી લેવી જરૂરી હોવાની રજૂઆત કોર્ટે સ્વીકારી છે.. તો રાજ્યના નાગરિકો મહામારીમાં જનહિતને પ્રાધાન્ય આપશે એવી આશા હાઈકોર્ટે વ્યક્ત કરી.

આ પણ વાંચો :GRAM PANCHAYAT : મહેસાણા જિલ્લામાં 104 પંચાયતો પર ગ્રામ પંચાયતની ચૂંટણીનો ચૂંટણીનો જંગ

આ પણ વાંચો : SURAT : જી.એન બ્રધર્સ હીરા પેઢીના બે ભાગીદારોએ કારીગરો સાથે મળીને કરી રૂ.4.03 કરોડની છેતરપીંડી

Published on: Dec 18, 2021 07:00 AM
g clip-path="url(#clip0_868_265)">