GRAM PANCHAYAT : મહેસાણા જિલ્લામાં 104 પંચાયતો પર  ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ

GRAM PANCHAYAT : મહેસાણા જિલ્લામાં 104 પંચાયતો પર ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 3:00 PM

GRAM PANCHAYAT ELECTION : મહેસાણા જિલ્લામાં 42 પંચાયતો સમરસ છે. જ્યારે 120 પંચાયતો પૈકી 13 પંચાયતોમાં સરપંચ અને સભ્ય અંશતઃ એટલે કે પેટા ચુંટણી યોજાશે.

MAHESANA : મહેસાણા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ચૂંટણી અધિકારી દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ છે.. આવતી કાલે ચૂંટણી ફરજ પરના અધિકારીઓ સ્થળ પર પહોંચી જશે. મહત્વનું છે કે જિલ્લામાં 42 પંચાયતો સમરસ છે. જ્યારે 120 પંચાયતો પૈકી 13 પંચાયતોમાં સરપંચ અને સભ્ય અંશતઃ એટલે કે પેટા ચુંટણી યોજાશે.

તો ખેરાલું તાલુકાના 3 પંચાયતોમાં ફોર્મ નહી ભરાતા ડાવોલ, વરેડા અને ડાલિસણા પંચાયતની ચૂંટણી નહી યોજાય. એટલે કે, 104 પંચાયતોમા ચુંટણી યોજાશે. ચુંટણી દરમ્યાન 382 મતદાન મથકો પર 472 મતપેટીઓનો ઉપયોગ થશે. આર.ઓ. અને એ.આર.ઓ. 49, 2085 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. તો 2,86,371 મતદારો મતદાન કરશે.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 19 ડિસેમ્બર ના રોજ મતદાન થશે. જો જરૂર જણાય તો ફરીથી 20 ડિસેમ્બરે મતદાન કરવામાં આવશે. આ મતદાનની મતગણતરી 21 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા 24 ડિસેમ્બરે પુન કરવામાં આવશે. ચૂંટણીની સમગ્ર મતદાનની વ્યવસ્થા માટે 17 પ્રાંત અધિકારીઓને જવાબદાર સોંપવાની માહિતી પણ સામે આવી છે.

મહત્વનું છે કે ​​​​​​​​​​​​​​રાજ્યમાં અંદાજિત 10 હજાર 879 ગ્રામ પંચાયતોમાં 10 હજાર 284 સરપંચની ચૂંટણી યોજાશે. ઉપરાંત જે ગ્રામ પંચાયતોની ચૂંટણી મુદત 31 માર્ચ 2022 પછી પુરી થાય છે તેવી અને જેની મુદત પુરી થવામાં એક વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેમાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પણ ચૂંટણી યોજાશે.

Published on: Dec 18, 2021 06:50 AM
g clip-path="url(#clip0_868_265)">