Rath Yatra 2023 : અમદાવાદમાં ભગવાનના મામેરાની તૈયારી, 3,700 સાડી અને 700 કુર્તા તૈયાર

Rath Yatra 2023 : અમદાવાદમાં ભગવાનના મામેરાની તૈયારી, 3,700 સાડી અને 700 કુર્તા તૈયાર

TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2023 | 10:43 PM

જગન્નાથજી ભગવાનની રથયાત્રાને લઈ તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. ત્યારે ભગવાનના મામેરાને લઈ તૈયારી શરૂ કરવામાં આવી છે. મામેરાનું બુકિંગ એડવાન્સમાં થઇ જતું હોય છે. જો નંબર લાગી જાય તો જીવન ધન્ય ધન્ય થઇ જતું હોય છે.

અમદાવાદમાં રથયાત્રા પહેલા જગન્નાથજી ભગવાનનું મામેરૂ કરવું એ જીવનનો એક સૌથી મોટો લ્હાવો છે. મામેરાનું બુકિંગ એડવાન્સમાં થઈ જતું હોય છે. તેમાં પણ ડ્રો કરવામાં આવતો હોય છે. જો નંબર લાગી જાય તો જીવન ધન્ય ધન્ય થઈ જતું હોય છે. ત્યારે આ વર્ષે ભગવાન જગન્નાથના મામેરાના યજમાન શાયોના ગ્રુપના ઘનશ્યામ પટેલ બન્યાં છે. અત્યારથી ઘનશ્યામ પટેલના ઘરે ભગવાનના મામેરાને લઈ તૈયારી શરૂ કરવામાં આવી છે. ઘનશ્યામ પટેલ મામેરામાં કુલ 3,700 સાડી અને 700 કુર્તા તૈયાર કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચો : Ahmedabad: પાલડી ખાતે કાળઝાળ ગરમી વચ્ચે લોકોને ઠંડી છાશ અને પક્ષીઓ માટે કુંડા વિતરણ કરાયું

એક જ રંગની 700 સાડી મંડળની બહેનો પહેરશે. જેમાં 3 હજાર સાડી પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે. 15 દિવસ પહેલા મંડળની બહેનોને સાડી અપાશે. એટલું જ નહીં 10 હજાર ભગવાન જગન્નાથના મંત્ર સાથેના કાર્ડનું પણ વિતરણ કરાશે. મામેરા દરમિયાન 15 હાથી, ઘોડા અને ઊંટગાડી સાથે ભગવાન જગન્નાથની શોભાયાત્રા કાઢવામાં આવશે.

ગુજરાત સહિત અમદાવાદ શહેરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">