અમદાવાદમાં પોલીસે કોરોના નિયમોના પાલન માટે ઝુંબેશ હાથ ધરી

|

Jan 23, 2022 | 11:36 PM

કોરોનાની માર્ગદર્શિકાનું પાલન નહીં કરનારા લોકો પાસેથી દંડનીય કાર્યવાહી પણ હાથ ધરાઈ. જેમાં માસ્ક નહીં પહેરનારા, સામાજિક અંતર ન જાળવનારાઓ સામે પોલીસે કાર્યવાહી કરી હતી.

અમદાવાદ(Ahmedabad)શહેરમાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે.. જો કે, આ વચ્ચે લોકો હજુ બેદરકાર છે. ત્યારે શહેર પોલીસે(Police)એક ઝુંબેશ શરૂ કરી છે. ખોખરા વિસ્તારમાં લોકો કોરોના માર્ગદર્શિકાનું(Corona Guidelines)કડક પાલન કરે તે માટે ચેકિંગ હાથ ધર્યું હતું. કોરોનાની માર્ગદર્શિકાનું પાલન નહીં કરનારા લોકો પાસેથી દંડનીય કાર્યવાહી પણ હાથ ધરાઈ. જેમાં માસ્ક નહીં પહેરનારા, સામાજિક અંતર ન જાળવનારાઓ સામે પોલીસે કાર્યવાહી કરી હતી. તેમજ નિયમનો ભંગ કરતા લોકો પાસેથી રૂપિયા 1 હજારનો દંડ પોલીસે વસુલ કર્યો છે. શહેરમાં કેસ વધી રહ્યા છે, ત્યારે પોલીસ લોકો સાવધ રહે તે માટે વધુ કડક બની છે..

જ્યારે અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, તેમ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં રવિવારે શહેરમાં વધુ 16 વિસ્તારોને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકાયા છે. જો કે તેની સામે 11 વિસ્તારો એવા છે, જેને માઈક્રો કન્ટેન્ટમેન્ટમાંથી મુક્ત કરાયા છે. આ સાથે અમદાવાદમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા 181થી વધીને 186 પર પહોંચી છે.શહેરમાં વધુ 87 ઘરોના 299 લોકોને માઈક્રો કન્ટેન્ટમેન્ટમાં મુકાયા છે.

અમદાવાદમાં કોરોના કેસ પાછલા ચાર-પાંચ દિવસની સરખામણીએ ભલે ઓછા થયા હોય. પરંતુ રાજ્યમાં હજી પણ સૌથી વધુ 6191 કેસ અમદાવાદ શહેરમાંથી સામે આવ્યા. રાજ્યમાં સર્વાધિક 6 દર્દીઓના મૃત્યુ પણ અમદાવાદમાં નોંધાયા. અમદાવાદ શહેરમાં 3232 દર્દી સાજા થતા રજા આપવામાં આવી. જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અહીં 86 નવા કેસ સામે આવ્યા અને 82 દર્દી સાજા થતા રજા આપવામાં આવી.

આ પણ વાંચો :સરદારધામે સમાજ માટે કામ કરવાની એક પદ્ધતિ વિકસાવી : સીએમ ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચો : Vadodara : મોબાઇલ કંપનીઓ દ્વારા આડેધડ ખોદકામને લઇને તંત્ર એકશનમાં

Next Video