AHMEDABAD : થર્ટી ફસ્ટ પર દારૂનું દુષણ ડામવા અને ડ્રીંક એન્ડ ડ્રાઇવ પકડવા 13 હજાર પોલીસકર્મી ખડેપગે રહેશે

| Edited By: | Updated on: Dec 28, 2021 | 5:30 PM

AHMEDABAD NEWS : શહેરના માર્ગ પર રાત્રે 11 વાગ્યા બાદ બહાર નિકળનારાના સીસીટીવી કેમેરામાં ફોટો કેપ્ચર કરાશે. તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફોટો મોકલીને કાર્યવાહી કરવામાં આવશે.

AHMEDABAD : થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇ અમદાવાદ પોલીસ સજ્જ બની છે.શહેરમાં દારૂ ઘુસાડવાના દુષણને રોકવા માટે પોલીસે એક્શન પ્લાન બનાવ્ચો છે. જેમાં શહેરના તમામ એક્ઝીટ પોઇન્ટ પર પોલીસ ખડેપગે રહેશે. આ ડ્રાઇવમાં શી-ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને પણ તૈનાત કરવામાં આવશે. સાથે સાથે દારૂ પીને નીકળેલા વાહનચાલકોને પકડવા માટે પણ સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવશે.

દારૂ પીને છાકટા બનીને ફરનારના નબીરાઓનું બ્રેથ એનેલાઇઝર વડે ચેકિંગ કરવામાં આવશે.કોરોના હોવાથી બ્રેથએનેલાઇઝર નોઝલ પણ બદલી દેવામાં આવશે. આ સાથે પોલીસની કાર્યવાહી પર નજર કરીએ તો. અમદાવાદ શહેરના એન્ટ્રી પોઇન્ટની 50 જગ્યાએ બંદોબસ્ત રહેશે.તેમજ 13 ડીસીપી, એસીપી, પીઆઇથી લઈ 13 હજાર પોલીસ કર્મીઓ ડ્યુટી પર તૈનાત રહેશે. બહારગામથી મોડી રાત્રે આવનાર લોકોની તપાસ કરવામાં આવશે.આ સાથે રાત્રે 11 વાગ્યા પછી બહાર નીકળ્યા તો સીધા જેલ હવાલે થઈ જશો.

શહેરના માર્ગ પર રાત્રે 11 વાગ્યા બાદ બહાર નિકળનારાના સીસીટીવી કેમેરામાં ફોટો કેપ્ચર કરાશે. તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફોટો મોકલીને કાર્યવાહી કરવામાં આવશે. શહેરના એસજી હાઇવે તથા સીજીરોડ ઉપર કોઈ પણ પ્રકારની ઉજવણી નહીં કરવા માટે શહેર પોલીસે અપીલ કરી છે.પોલીસે શહેરીજનોને અપીલ કરી છે કે આ વર્ષે નવા વર્ષની ઉજવણી પોતાના ઘરે રહી કરે અને સુરક્ષિત રહે.

આ પણ વાંચો : AHMEDABAD : જુના વાડજમાં ડીમોલેશન દરમિયાન AMCની ટીમ અને પોલીસ પર પથ્થરમારો, 5 લોકોની અટકાયત

આ પણ વાંચો : SURAT : મોંઘવારીના કારણે પતંગની ખરીદીના ઉત્સાહમાં ઓટ, પતંગ બજારમાં ગ્રાહકોની સંખ્યા નહિવત