Ahmedabad: સંજીવની રથમાં વિનામુલ્યે સેવા આપી રહ્યાં છે ફાર્મસીના વિદ્યાર્થીઓ, આ સેવાથી આરોગ્ય કર્મીઓનું ભારણ ઓછું થશે

| Edited By: | Updated on: Jan 23, 2022 | 1:20 PM

અમદાવાદમાં સતત વધતા સંક્રમણને લઈ હવે ફાર્મસી કાઉન્સિલ પણ દર્દીઓની સારવાર માટે મેદાનમાં આવી ગયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંજીવની રથ સેવામાં હવે ગુજરાત મેડિકલ કાઉન્સિલ અને ફાર્મા વિઝનના વિદ્યાર્થીઓ પણ જોડાશે.

ગુજરાતમાં કોરોના કેસ (Corona case)નો ગ્રાફ સતત વધી રહ્યો છે. કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદ (Ahmedabad)માં નોંધાઇ રહ્યા છે. જો કે અમદાવાદમાં નોંધાતા કેસોમાં રાહતની વાત એ છે કે મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે અને ઘરે જ કોરોના સામે સારવાર મેળવી રહ્યા છે. ત્યારે હોમ આઇસોલેશનમાં રહેતા કોરોનાના દર્દીઓ અને સરકારની સંજીવની રથમાં સેવા માટે ફાર્મસીના વિદ્યાર્થી (Pharmacy student)ઓને જવાબદારી સોંપાઇ છે. ફાર્મસીના વિદ્યાર્થીઓએ વિના મૂલ્યે આ સેવા આપવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદમાં સતત વધતા સંક્રમણને લઈ હવે ફાર્મસી કાઉન્સિલ પણ દર્દીઓની સારવાર માટે મેદાનમાં આવી ગયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંજીવની રથ સેવામાં હવે ગુજરાત મેડિકલ કાઉન્સિલ અને ફાર્મા વિઝનના વિદ્યાર્થીઓ પણ જોડાશે. એલજી હોસ્પિટલમાં 60 અને એસવીપી હોસ્પિટલમાં 200થી વધુ વિદ્યાર્થી સંજીવની રથ માટે કામ કરી રહ્યા છે. આગામી સમયમાં જરુર પડે તો ચાર હજારથી વધારે વિદ્યાર્થીઓની પણ આ સેવામાં જોડાવાની તૈયારી છે.

જે ફાર્મસિસ્ટ બિઝનેસ કે જોબ કરે છે તેવા ફાર્મસિસ્ટ્સે પણ પાર્ટ ટાઇમ વિના મૂલ્યે સેવા આપવાની તૈયારી બતાવી છે. અમદાવાદમાં બે ઝોનમાં સંજીવની રથ માટે કામગીરી થઇ રહી છે. જેમાં ઘરે જ સારવાર લઈ રહેલા સંક્રમિત દર્દીઓને યોગ્ય ઉપચાર આપવાની કામગીરી કરવામાં આવે છે. સંજીવની રથમાં આ ફાર્મસીના વિદ્યાર્થીઓને ડ્યુટી ગોઠવવામાં આવે છે. ફાર્મસીના વિદ્યાર્થી તે અનુસાર હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓેને ઘરે જઇને સારવાર આપી રહ્યા છે.

મહત્વનું છે કે કોરોનાની ત્રીજ લહેરની શરુઆત થઇ ગઇ છે. ત્યારે ફાર્મસી કાઉન્સિલની આ સેવાથી આરોગ્ય કર્મીઓનું ભારણ ઓછું થશે.

આ પણ વાંચો-

Mehsana: કોરોના કેસ વધતા યાત્રાધામ બહુચરાજી મંદિરના દ્વાર વધુ 7 દિવસ માટે ભક્તો માટે બંધ રાખવા નિર્ણય

આ પણ વાંચો-

Ahmedabad: ખારીકટ કેનાલમાં ગંદકી યથાવત, આસપાસના રહીશોને કોરોનાકાળમાં અન્ય રોગચાળો ફેલાવાનો ડર