Ahmedabad: આરોગ્ય વિભાગ દ્વારા PMJAY યોજનાના પ્રાઈવેટ હોસ્પિટલને 650 કરોડ ચુકવવાના બાકી, AHNAએ તાકીદે નાણાં ચુકવવા કરી માગ

|

Aug 03, 2023 | 4:21 PM

Ahmedabad: રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલને 650 કરોડ રૂપિયા ચુકવવાના બાકી છે. ત્યારે AHNAએ આ મુદ્દા પર જણાવ્યુ કે 650 કરોડ કરતા વધુ રકમ બાકી છે જેની તાકીદે ચુકવણી થવી જોઈએ.

Ahmedabad: આરોગ્ય વિભાગ દ્વારા PMJAY યોજનાના પ્રાઈવેટ હોસ્પિટલને 650 કરોડ ચુકવવાના બાકી, AHNAએ તાકીદે નાણાં ચુકવવા કરી માગ

Follow us on

Ahmedabad: અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન (AHNA) અને ગુજરાત રાજ્યની હોસ્પિટલોના પ્રતિનિધિઓ, PMJAY યોજના સાથે જોડાયેલી તમામ હોસ્પિટલોની લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગેની ફરિયાદોના નિરાકરણ અને તેમને પડતી મુશ્કેલીઓ, ચુકવણી અને અન્ય પડકારો માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને મળ્યા હતા.

ડૉ. ભરત ગઢવી, AHNAના પ્રમુખ અને ડૉ. વિરેન શાહ, ઉપપ્રમુખ AHNA એ આ મુદ્દાઓ પર વિગતવાર જણાવ્યું હતું કે સરકારે લગભગ રૂ. 650 કરોડની કરોડ કરતા વધારેની બાકી ચૂકવણી તાકીદે કરવી જોઈએ જે ઘણા મહિનાઓથી બાકી છે. લગભગ 50 ટકા રકમ છેલ્લા એક-બે વર્ષથી પેન્ડિંગ છે. જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ મુદ્દે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરીએ છીએ.

500 કરતા વધુ હોસ્પિટલના 650 કરોડ કરતા વધુ રકમની ચુકવણી બાકી

લગભગ 500 કરતા વધારે ખાનગી અને ટ્રસ્ટ હોસ્પિટલો છે જે PMJAY દર્દીઓને સેવા પૂરી પાડે છે, હોસ્પિટલો PMJAY યોજના હેઠળ બાકી લેણા અંગે વીમા કંપનીઓ / PMJAY યોજના સાથે સંબંધિત અધિકારીઓ સાથે વારંવાર નિયમિત ફોલો-અપ લઈ રહી છે, પરંતુ આજ દિન સુધી આ સંદર્ભે કોઈ નક્કર ઉકેલ મળ્યો નથી. આમાંની કેટલીક હોસ્પિટલો ખરાબ નાણાકીય પરિસ્થિતિમાં છે કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી MA/PMJAY યોજનામાં વીમા કંપનીઓને સામેલ કરી ત્યારથી વીમા કંપનીઓને PMJAYની ચૂકવણી અનિયમિત છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

બેઠક દરમિયાન, આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે તાત્કાલિક પગલાં લેવાની અને એસોસિએશનના સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલ પ્રશ્નોના નિકાલ માટે MA/PMJAY યોજના માટે જવાબદાર અધિકારીઓને સૂચના આપી હતી. આ અંગે વિગતવાર ચર્ચા કરી હોસ્પિટલોના પડતર પેમેન્ટના પ્રશ્નોને પ્રાથમિકતા આપવા અને તાત્કાલિક નિરાકરણ લાવવા સ્પષ્ટ સૂચનાઓ આપી.

જો કે, રાજ્ય સરકારના સંબંધિત અધિકારીઓ અને વીમા કંપનીના અધિકારીઓ બિનજવાબદાર જણાય છે, અને તેઓ હોસ્પિટલોને ચૂકવણી કરવામાં રસ ધરાવતા હોય તેવું લાગતું નથી. આમાંના કેટલાક સરકારી અધિકારીઓનું આ પ્રકારનું વલણ સરકારની લોકપ્રિય યોજનાને ચાલુ રાખવામાં રસ ધરાવતા ના હોય તેવું જણાઈ રહ્યું છે.

આ પણ વાંચો : Ahmedabad: હવે રોંગ સાઈડમાં આવતા વાહનોની ખેર નથી, શહેરમાં લગાવાયા ટાયર કીલર બમ્પ, જુઓ Video

વીમા કંપનીને મેનેજમેન્ટ સોંપાતા સમસ્યા ઉભી થઈ- AHNA

AHNA અનુસાર, જ્યારે રાજ્ય સરકાર દ્વારા આ યોજનાનું સંચાલન કરવામાં આવતું હતું ત્યારે ઘણી ઓછી સમસ્યાઓ હતી, જ્યારથી વીમા કંપનીઓને મેનેજમેન્ટ માટે બોલાવવામાં આવી છે, ત્યારથી ઘણી બધી સમસ્યાઓ ઉભી થઈ છે. AHNA એ રાજ્ય સરકારને તાત્કાલિક ચુકવણી કરવા અપીલ કરી છે જેથી હોસ્પિટલો આ દર્દીઓની સારવાર ચાલુ રાખી શકે. અમે આશા રાખીએ છીએ કે આ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે જેથી આ યોજના દ્વારા અમે દર્દીઓને સેવા પુરી પાડવા ” રાખી શકીએ કારણ કે આ યોજના ખરેખર ગરીબ દર્દીઓ માટે ફાયદાકારક છે.

અમદાવાદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:10 pm, Wed, 2 August 23

Next Article