Ahmedabad : દિવાળીના તહેવાર પર ફૂલના ભાવમાં ધરખમ વધારો, 1 કિલો ગુલાબના ભાવ 400 રૂપિયા

Ahmedabad : દિવાળીના તહેવાર પર ફૂલના ભાવમાં ધરખમ વધારો, 1 કિલો ગુલાબના ભાવ 400 રૂપિયા

| Edited By: | Updated on: Oct 25, 2022 | 3:54 PM

દિવાળી (Diwali 2022) પર્વ દરમિયાન ગૃહ સજાવટની સાથે સાથે પૂજા અર્ચના માટે ફુલનું મહત્ત્વ રહેલું હોય છે. હાલ પર્વોની શ્રેણીની શરૂઆત થતા ફુલોની માગ વધવા લાગી છે.

કોરોનાકાળના બે વર્ષ બાદ દિવાળીનો (Diwali 2022) પર્વ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. દિવાળી સમયે ઘણીબધી ચીજવસ્તુઓની માગ વધુ રહેતી હોય છે. ચાલુ વર્ષે મોંઘવારીના (inflation) માર વચ્ચે પર્વને અનુરૂપ ચીજવસ્તુઓના ભાવમાં વધારો નોંધાયો છે. ત્યારે ફુલોના ભાવમાં (Flowers Rate) પણ વધારો જોવા મળી રહ્યો છે. દિવાળી પર્વ દરમિયાન ગૃહ સજાવટની સાથે સાથે પૂજા અર્ચના માટે ફુલનું મહત્ત્વ રહેલું હોય છે. હાલ પર્વોની શ્રેણીની શરૂઆત થતા ફુલોની માગ વધવા લાગી છે. જેને લઈ ફુલોના ભાવોમાં ચાર ગણો વધારો જોવા મળી રહ્યો છે.

ફુલોના ભાવોમાં ધરખમ વધારો

દિવાળીના તહેવાર પર ફૂલાનો ભાવમાં ધરખમ વધારો થયો છે. અમદાવાદના જમાલપુર માર્કેટમાં ગુલાબ, ગલગોટા અને સફેદ ફૂલોના ભાવમાં મોટો વધારો થતા ખરીદી ઘટી છે. એક કિલો ગુલાબના ભાવ 400 રૂપિયાને પાર પહોંચ્યા છે. જયારે ગલગોટા અને સફેદ ફૂલ 400 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે. ફૂલોના ભાવ વધુ હોવાથી ખરીદી ઘટી હોવાની વેપારીઓની ફરિયાદ છે.

ગ્રાહકોની માગને પહોંચી વળવા માટે ફુલોના વેપારીઓ દ્વારા પણ આગોતરું આયોજન કરી દેવાયું હતુ. ફુલોની માંગ વધુ રહેતી હોઈ તહેવાર ઉપર નાણાં કમાવવા માટે વેપારીઓ દ્વારા અગાઉથી જ ખેડૂતો પાસે ફુલોની ખરીદી અંગે કોન્ટ્રાક્ટ કરી લેવામાં આવ્યા હતા. હાલ કેટલાક ખેડૂતો જાતે જ જાહેર માર્ગો ઉપર લારીમાં ફુલોનું વેચાણ કરતા નજરે પડી રહ્યાં છે.