Ahmedabad: માલધારીઓની દૂધ હડતાળ,મોડી રાત સુધી દૂધ લેવા લાગી કતારો,જુઓ વીડિયો

Ahmedabad: માલધારીઓની દૂધ હડતાળ,મોડી રાત સુધી દૂધ લેવા લાગી કતારો,જુઓ વીડિયો

| Edited By: | Updated on: Sep 21, 2022 | 9:04 AM

દૂધ  (Milk) નહીં મળે તેવી બીકે લોકોએ ગત સાંજથી જ દૂધ લેવા માટે પડાપડી કરી હતી. લોકોએ દૂધનો સ્ટોક કરવાનો શરૂ કરી દેતાં ગણતરીના કલાકોમાં રોજ કરતા બમણું દૂધ વેચાઈ ગયું હતું. આખરે સ્થિતિ એવી સર્જાઈ હતી કે ઘણા ગ્રાહકોએ દૂધ વિના જ ઘરે પરત ફરવું પડ્યું હતું.

માલધારી  (Maldhari) સમાજે તેમની વિવિધ માંગણીઓનો ઉકેલ ન આવતાં આજે એક દિવસીય હડતાળ (Strike) રાખીને દૂધનું વિતરણ બંધ રાખ્યું છે. તેના પગલે અમદાવાદમાં મોડી રાત્રે દૂધ લેવા માટે લાંબી કતારો લાગી હતી. આજે એક દિવસીય હડતાળને પગલે માલધારીઓ દૂધનું વિતરણ નહીં કરે. તેઓ દૂધ વેચશે નહીં અને ઘેર ઘેર દૂધ આપવા માટે નહીં જાય. આથી મોડી રાત્રે દૂધ (Milk) ખરીદવા માટે ઠેર ઠેર લાઇનો જોવા મળી હતી.

દૂધ  (Milk) નહીં મળે તેવી બીકે લોકોએ ગત સાંજથી જ દૂધ લેવા માટે પડાપડી કરી હતી. લોકોએ દૂધનો સ્ટોક કરવાનો શરૂ કરી દેતાં ગણતરીના કલાકોમાં રોજ કરતા બમણું દૂધ વેચાઈ ગયું હતું. આખરે સ્થિતિ એવી સર્જાઈ હતી કે ઘણા ગ્રાહકોએ દૂધ વિના જ ઘરે પરત ફરવું પડ્યું હતું. અમદાવાદમાં ગઈ સાંજે જ દૂધનો સ્ટોક ખાલી થઈ ગયો હતો. કેટલાક દૂધ વિક્રેતાઓએ સ્વૈચ્છિક દૂધનું વેચાણ ન કરવાનું પણ જણાવ્યું હતું. જોકે અમૂલ પાર્લર પરથી લોકોને  દૂધ મળી ગયું હતું. તો બીજી  તરફ સુરતમાં દૂધનો સ્ટોક ખૂટી પડ્યો હતો અને સુમુલ ડેરીના દૂધવાહનોને માલધારીઓએ રોકી દીધા હતા.

Published on: Sep 21, 2022 08:08 AM