Surat : દૂધ લેવા લોકોની ભીડ, આવતીકાલે માલધારીઓની હડતાળના પગલે લોકો મૂંઝવણમાં
ગુજરાતમાં માલધારી સમાજ દ્વારા બુધવારે દૂધની હડતાળના(Milk) પગલે લોકો મૂંઝવણ ભરેલી સ્થિતિમાં મુકાયા છે. જેના પગલે આજે મોડી સાંજે સુરત શહેરમાં લોકોનો દૂધ લેવા માટે ઘસારો જોવા મળ્યો હતો
ગુજરાતમાં(Gujarat) માલધારી સમાજ દ્વારા બુધવારે દૂધની(Milk) હડતાળના પગલે લોકો મૂંઝવણ ભરેલી સ્થિતિમાં મુકાયા છે. જેના પગલે આજે મોડી સાંજે સુરત શહેરમાં લોકોનો દૂધ લેવા માટે ઘસારો જોવા મળ્યો હતો. જેમાં મોડી સાંજે દૂધ વિક્રેતાઓને ત્યાં લાંબી લાઇનો જોવા મળી હતી. તેમજ લોકોમાં દૂધની અછત સર્જવાનો ભય પેદા થયો છે. તેમજ આવતીકાલે દૂધ નથી મળવાનું તેની જાણ થતાં દૂધ વિક્રેતાઓને ત્યાં મોટી સંખ્યામાં લોકોની લાઇન લાગી છે.
આ દરમ્યાન સુમુલ ડેરીના ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આવતીકાલે લોકોને દૂધ મળશે. તમામ શહેરીજનોને જણાવવાનું કે સુમુલ ડેરી દ્વારા તમામ એરિયામાં રાબેતા મુજબ દૂધ આવશે. આ ઉપરાંત અનિચ્છય તત્વો સામે પોલીસ પ્રોટેક્શન સાથે દૂધ તમામ એરિયામાં જશે જેની નોંધ લેવા વિનંતી કરી છે.
