Ahmedabad : વસ્ત્રાલ તળાવમાં વરસાદી નીર ભરાતા મનમોહક દ્રશ્ય સામે આવ્યું

|

Jul 24, 2022 | 7:05 PM

અમદાવાદ(Ahmedabad) વસ્ત્રાલ રીંગ રોડ તળાવના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં વરસાદી માહોલમાં તળાવનું આકાશી મનમોહક દ્રશ્ય સામે આવ્યું છે. તેમજ વરસાદી પાણીની આવકથી વર્ષો બાદ તળાવમાં નવા નીર આવ્યા છે.

અમદાવાદમાં (Ahmedabad)  છેલ્લા બે દિવસથી સતત વરસાદ (Rain) વરસી રહ્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જો કે આ ઉપરાંત શહેરના અનેક તળાવોમાં(Lake)  પણ પાણીની આવક થઈ રહી છે. જેના લીધે તળાવમાં પાણીની આવક વધી રહી છે. તેવા સમયે વસ્ત્રાલ રીંગ રોડ તળાવના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં વરસાદી માહોલમાં તળાવનું આકાશી મનમોહક દ્રશ્ય સામે આવ્યું છે. તેમજ વરસાદી પાણીની આવકથી વર્ષો બાદ તળાવમાં નવા નીર આવ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલા પાણીનો વસ્ત્રાલ તળાવમાં નિકાલ થાય છે. જ્યારે તળાવ ઓવરફ્લો થવામાં ફક્ત પાંચ ફૂટ જેટલું અંતર બાકી છે.

અમદાવાદમાં  પણ શનિવારે મોડી સાંજે શરૂ થયેલો વરસાદ રાતભર ધીમી ધારે વરસતો રહ્યો. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 4 ઇંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં થોડા ઘણા વરસાદમાં જ પૂર્વના અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને ફરી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો અમદાવાદમાં અવિરત વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં 2 વ્યક્તિઓના મોત નિપજ્યા છે.

24 કલાકમાં સરેરાશ 4 ઇંચ વરસાદ

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 4 ઇંચ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ચકુડિયા મહાદેવ વિસ્તારમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં દક્ષિણ ઝોનમાં સરેરાશ 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો પૂર્વ વિસ્તારમાં સરેરાશ 5 ઇંચ વરસાદ વરસ્યો છે. ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ઝોનમાં સરેરાશ 3.5 ઇંચ વરસાદ પડ્યો છે. મણિનગરમાં 6.5 ઇંચ વરસાદ પડ્યો છે. રામોલ, ઓઢવ અને વિરાટનગરમાં 5-5 ઇંચ વરસાદ થયો છે. તો વટવામાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે.

Next Video