Ahmedabad : શહેરમાં ઓરીના રોગચાળાએ માથું ઉંચક્યું, દરરોજ 10 નવા કેસનો ઉમેરો

|

Dec 15, 2022 | 11:19 PM

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઓરીના રોગચાળાએ માથું ઉંચક્યું છે. જેમાં બાળકોમાં દરરોજ નવા 10 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે.. જેને ધ્યાનમાં રાખીને AMCના આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે..આરોગ્ય તંત્રએ અમદાવાદ શહેર, જિલ્લા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના અધિકારીઓને માર્ગદર્શિકા સાથેનો પત્ર લખ્યો છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઓરીના રોગચાળાએ માથું ઉંચક્યું છે. જેમાં બાળકોમાં દરરોજ નવા 10 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે.. જેને ધ્યાનમાં રાખીને AMCના આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે.. આરોગ્ય તંત્રએ અમદાવાદ શહેર, જિલ્લા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના અધિકારીઓને માર્ગદર્શિકા સાથેનો પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે બાળકોમાં જો ઓરીના લક્ષણો દેખાય તો તેને તાત્કાલિક ધોરણે નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં તેની સારવાર માટે મોકલી આપવા.આ દરમિયાન અસરગ્રસ્ત બાળકને શાળામાં રજા આપવાની રહેશે.જ્યાં સુધી બાળક સ્વસ્થ ન થાય ત્યાં સુધી શાળાએ ન મોકલવા શાળાએ વાલીને જાણ કરવાની રહેશે.

જેમાં ઓછામાં ઓછા ચાર દિવસ બાળકને ઘરના અન્ય સભ્યોથી અલગ રાખવાની જાણ કરવાની રહેશે..સાથે જ નજીકના અર્બન હેલ્થ સેન્ટરને પણ તેની જાણ કરવાની રહેશે.ઓરીનો રોગ અત્યંત ચેપી છે. જે ખાંસી અને છીંક દ્વારા ફેલાય છે અને શરીર પર લાલ ફોલ્લી થઈ જાય છે.. ઓરીના દર 4 દર્દીમાંથી 1 દર્દીને ન્યુમોનિયા, ઝાડા, મગજનો સોજો અને કાનનો ચેપ રહે છે.

આ ઉપરાંત, રાજ્યમાં બેવડી ઋતુઓને કારણે વધુ ને વધુ લોકો બિમારીઓની ચપેટમાં આવી રહ્યા છે… અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે… છેલ્લા એક સપ્તાહમાં જ વાયરલ ઇન્ફેક્શનના 1100 કેસ નોંધાયા છે… બાળકો પણ વાયરલ ઇન્ફેક્શન ફેલાઇ રહ્યું છે. જેના કારણે કુલ પૈકી 15 ટકા બાળકોને હોસ્પિટલમાં એડમિટ કરવા પડે છે… બાળકોમાં તાવ, શરદી અને ઉધરસનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે…

Next Video