Ahmedabad: લાલ દરવાજા ભદ્રકાળી ચોકમાં ખરીદી માટે લોકો ઉમટયા, વેપારીઓના મતે છેલ્લા બે વર્ષની સરખામણીએ દિવાળીની ખરીદી સારી

Ahmedabad: લાલ દરવાજા ભદ્રકાળી ચોકમાં ખરીદી માટે લોકો ઉમટયા, વેપારીઓના મતે છેલ્લા બે વર્ષની સરખામણીએ દિવાળીની ખરીદી સારી

| Edited By: | Updated on: Oct 23, 2022 | 4:36 PM

અમદાવાદના લાલ દરવાજા ભદ્રકાળી ચોકમાં ખરીદી માટે લોકો ઉમટયા છે. ચોરીના બનાવને રોકવા કારંજ પોલીસ સતત એનાઉન્સમેન્ટ કરીને લોકોને સાવચેત કરી રહી છે.

Ahmedabad: અમદાવાદના લાલ દરવાજા ભદ્રકાળી ચોકમાં ખરીદી માટે લોકો ઉમટયા છે. ચોરીના બનાવને રોકવા કારંજ પોલીસ (ahmedabad police) સતત એનાઉન્સમેન્ટ કરીને લોકોને સાવચેત કરી રહી છે. મધ્યમ વર્ગના પરિવારો મોટાભાગે આ બજારમાં ખરીદી માટે આવતા હોવાથી લોકો ચોરીનો ભોગ ન બને તે માટે પોલીસ સતર્ક થઈ છે. ખરીદી માટેના છેલ્લા દિવસે મોટી સંખ્યામાં લોકોનો ધસારો જોવા મળ્યો. વેપારીઓના મતે છેલ્લા બે વર્ષની સરખામણીએ દિવાળીની ખરીદી સારી છે.

અમદાવાદમાં ફટાકડા વેચતા માત્ર 200 વેપારી પાસે જ છે ફાયર NOC

દિવાળીના તહેવારની શરુઆત થઇ ગઇ છે. લોકોએ એકાદશીથી જ ફટાકડા ફોડવાની શરુઆત કરી દીધી છે. આ વર્ષે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ફટાકડા વેચાણ માટેના ટેન્ટ લાગેલા જોવા મળી રહ્યા છે. જો કે તમને જાણીને નવાઇ લાગશે કે મોટાભાગના વેપારીઓ ફાયર NOC વગર શહેરમાં ફટાકડાનું વેચાણ કરી રહ્યા છે. આ વર્ષે માત્ર 200 લોકોને ફટાકડાનું વેચાણ કરવા ફાયર NOC મળી છે. બાકીના લોકો ગેરકાયદે ફટકડાનું વેચાણ કરી રહ્યા છે. એટલે કે જો ભુલથી પણ આગ લાગી તો તેના પર તાત્કાલિક કાબુ મેળવવા માટે NOC વિના વેચતા વેપારીઓ પાસે કોઇ જ વિકલ્પ નથી.