Ahmedabad : કૌશલ્ય- ધ સ્કીલ યુનિવર્સિટી દ્વારા એપ્રેન્ટિસશિપ ડ્રાઈવ યોજાઇ, 7 કંપનીઓ દ્વારા 90 જેટલી જગ્યાઓ માટે એપ્રેંટિસ આપવામાં આવી

5, 6, 7 અને 8 જુલાઈના રોજ અમદાવાદની કૌશલ્ય-ધ સ્કીલ યુનિવર્સિટી દ્વારા એપ્રેન્ટિસશિપ ડ્રાઈવ આયોજન કરવામાં આવી હતી. જે ડ્રાઈવમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એપ્રેન્ટિસ પણ આપવામાં આવી હતી.

Ahmedabad : કૌશલ્ય- ધ સ્કીલ યુનિવર્સિટી દ્વારા એપ્રેન્ટિસશિપ ડ્રાઈવ યોજાઇ, 7 કંપનીઓ દ્વારા 90 જેટલી જગ્યાઓ માટે એપ્રેંટિસ આપવામાં આવી
| Edited By: | Updated on: Jul 12, 2023 | 10:19 AM

Ahmedabad : યુવાઓના કૌશલ્યને ઉજાગર કરવાના ભાગરૂપે તેમજ વડાપ્રધાનના “સ્કીલ ઈન્ડિયા”ના (Skill India) સ્વપ્નને સિદ્ધ કરવા માટે ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ (Department of Labor and Employment) દ્વારા “કૌશલ્ય- ધ સ્કીલ યુનિવર્સિટી”માં પ્રવેશ અને રોજગારીની તકો પ્રદાન કરાઈ રહ્યા છે. જેના ભાગ રૂપે 5, 6, 7 અને 8 જુલાઈના રોજ અમદાવાદની કૌશલ્ય- ધ સ્કીલ યુનિવર્સિટી દ્વારા એપ્રેન્ટિસશિપ ડ્રાઈવ આયોજન કરવામાં આવી હતી. જે ડ્રાઈવમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એપ્રેન્ટિસ પણ આપવામાં આવી હતી.

આ પણ વાંચો- Gandhinagar video : રાજયસભાની ચૂંટણી માટે ભાજપના બે નામ પર સસ્પેન્સ હજુ યથાવત, આજે નામ જાહેર થવાની શક્યતા

એપ્રેન્ટિસશિપ ડ્રાઈવ

આ ડ્રાઈવમાં વિવિધ સેક્ટરની 40થી વધુ કંપનીઓએ 450થી વધુ જગ્યા માટે વિદ્યાર્થીઓને એપ્રેન્ટિસ ઓફર કરી હતી, જેમાં લોજીસ્ટીક, ફર્નિચર ડીઝાઇન એન્ડ ટેકનોલોજી ક્ષેત્ર સાથે સંલગ્ન 7 કંપનીઓ દ્વારા 90 જેટલી જગ્યાઓ માટે એપ્રેંટિસ આપવામાં આવી હતી.

ભણતરની સાથે-સાથે પ્રેક્ટિકલ જ્ઞાનમાં પણ વધારો

એપ્રેન્ટિસશિપની પસંદગી સમયે વિદ્યાર્થીઓએ કંપની સાથે અનેક વિષયો પર વાતચીત કરી માહિતગાર થયા હતા. તેમજ આ ડ્રાઈવ થકી વિદ્યાર્થીઓને પસંદગીનો કોર્સ પસંદ કરતાની સાથે જ એપ્રેન્ટિસ તાલીમ પણ આપવામાં આવી હતી. જેનાથી વિદ્યાર્થીઓમાં ભણતરની સાથે-સાથે પ્રેક્ટિકલ જ્ઞાનમાં પણ વધારો થઈ રહ્યો છે.

ભવિષ્યની માગના આધારે વર્તમાનમાં તાલીમ

સમયની સાથે યુવાનોમાં યોગ્ય કૌશલ્ય નિર્માણ થાય તે હાલના સમયની માગ છે, ત્યારે કૌશલ્યા- ધ સ્કીલ યુનિવર્સિટી ગુણવત્તાસભર શિક્ષણના અભિગમ સાથે રોજગારીના સર્જનનો રાજ્ય સરકારના મુખ્ય ઉદ્દેશને સિદ્ધ કરવા સહ યુવાઓને ભવિષ્યની માગના આધારે વર્તમાનમાં તાલીમ પુરી પાડી રહ્યું છે, જે આવનાર સમયમાં યુવાઓને આગળ વધવાના નવા માર્ગો આપશે.

વિદ્યાર્થીઓને એડમિશન સાથે જ એપ્રેન્ટિસ મળવી એ મોટી અને મહત્વપૂર્ણ બાબત છે. અને તેમાં પણ કૌશલ્યા- ધ સ્કીલ યુનિવર્સિટી એપ્રેન્ટિસશિપ ડ્રાઇવમાં વિદ્યાર્થીઓની સંખ્યાની સામે વધુ કંપનીઓ એપ્રેન્ટિસ માટે આવી રહી છે, જેથી વિદ્યાર્થીઓને કંપની પસંદગી કરવા માટે વિપુલ તકો મળી રહી છે. આ નવી તકો અને તાલીમ વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા બાદ ફિલ્ડ પસંદગીમાં તેમજ રોજગારી પ્રાપ્ત કરવામાં સરળતા પ્રદાન કરશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:06 am, Wed, 12 July 23