Car accident: 9 લોકોના જીવ લેનાર ગોઝારા અકસ્માતના મુખ્ય આરોપી તથ્ય પટેલને ઘટના બાદ તરત જ સાયન્સ સીટી રોડ પર આવેલ સિમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેના પિતા પ્રગ્નેશ પટેલ અને એના વકીલ મળવા પહોંચ્યા હતા. પ્રજ્ઞેશ પટેલે તેનો દીકરો તથ્ય નશાની હાલતમાં ના હોવાનું તેમજ ગાડીની સ્પીડ 150 ની ના હોવાનો દાવો કર્યો છે.
ઇસ્કોન બ્રિજની ઘટનામાં 9 લોકોના મૃત્યુ નિપજ્યા છે અને મુખ્ય આરોપી તથ્ય પટેલ હાલ સિમ્સ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યો છે. તથ્યને મળવા હોસ્પિટલ પહોંચેલા પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું કે રાત્રે અકસ્માત થયા બાદ હું ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં લોકો તથ્યને માર મારી રહ્યા હોવાથી તેને લઈ સિમ્સ હોસ્પિટલ આવ્યો. સાથે જ પોલીસને પણ જાણ કરી કે અમારી કાર થી જ તથ્ય એ એક્સિડન્ટ કર્યો છે અને એને સિમ્સ હોસ્પિટલ સારવાર માટે લાવ્યો છું. આ સાથે કાર માં અન્ય 3 લોકો પણ હતા જેની પાણી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
તથ્યના પિતાએ જણાવ્યું કે તેમનો દીકરો રાત્રે 11 કલાકે કેફે જવા માટે ઘરેથી નીકળ્યો હતો. પછી શું થયું એ અંગે દીકરા સાથે વાત નથી થઈ શકી. જે કારથી એક્સિડન્ટ થયો એ કાર ભાગીદારીના નામે છે. તેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે અને કોઈપણ પ્રકારનો નશો કર્યો ન હતો.
તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ સાથે વકીલ નિસાર વૈદ્ય પણ પહોંચ્યા હતા. તેમણે તથ્યનો બચાવ કરતા જણાવ્યું કે રોડ પર અકસ્માત થયો હોવાથી આઈડિયા જ ના આવ્યો કે રોડ પર પણ આટલો ટ્રાફિક હોઈ શકે છે. વરસાદ ચાલુ હતો અને સ્ટ્રીટ લાઈટ પણ બંધ હતી. રોડ પર થયેલ અકસ્માતને હટાવવામાં આવ્યો ન હતો. ઘરેથી નિકળનાર વ્યક્તિ એક્સિડન્ટ કરવાનું નક્કી કરીને ના નીકળે. તથ્યની કારની ઝડપ પણ 150 કહેવાય છે એટલી ન હતી. આ અકસ્માતે બનાવ બન્યો છે. અને અકસ્માત તો કોઈના પણ થી થઈ શકે છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો