Ahmedabad ISKCON Car Accident: તથ્યના ચહેરા પર 9 લોકોને માર્યા હોવાનું દર્દ નહીં, શું કહ્યું DCPએ, જુઓ Video

|

Jul 20, 2023 | 11:41 PM

ઇસ્કોન અકસ્માતમાં પોલીસનું આરોપીઓ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. અકસ્માત સમયે જગુઆરની સ્પીડને લઈ હજીપણ દ્વિધા છે. તથ્યના ચહેરા પર 9 લોકોને માર્યા હોવાનું દર્દ નહીં હોવાનું ડીસીપીએ જણાવ્યુ હતું. 

Ahmedabad ISKCON Car Accident: તથ્યના ચહેરા પર 9 લોકોને માર્યા હોવાનું દર્દ નહીં, શું કહ્યું DCPએ, જુઓ Video

Follow us on

Ahmedabad: ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને સાથે રાખી પોલીસે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું. રિકન્સ્ટ્રક્શન બાદ હજી પણ એ નક્કી નથી થઈ શક્યું કે અકસ્માત સમયે જગુઆર કાર ની સ્પીડ કેટલી હતી. રિકન્સ્ટ્રકશન બાદ ડીસીપીએ આપેલા નિવેદનમાં જણાવ્યું કે તથ્યના ચહેરા પર એ દર્દ નથી દેખાતું કે એનાથી 9 લોકોના મૃત્યુ થયા છે. જેને કારણે એનામાં મેચ્યોરિટી અને ગંભીરતા નો અભાવ લાગી રહ્યો છે.

9 લોકોનો જીવ લેનાર ઇસ્કોન બ્રિજ અકસ્માત ઘટનામાં મુખ્ય આરોપી તથ્ય પટેલની સીમ્સ હોસ્પિટલ માંથી ધરપકડ કર્યા બાદ પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. જ્યાં વિધિગત કામગીરી દર્શાવ્યા બાદ તથ્ય પટેલ અને એના પિતા પ્રગ્નેશ પટેલને લઈ પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે ઇસ્કોન બ્રિજ પર પહોંચ્યા હતા.

Male Fertility : પુરુષોમાં પ્રજનન ક્ષમતા વધારવા શું ખાવું ? જાણી લો
અનન્યા પાંડેના બોયફ્રેન્ડનું જામનગર સાથે છે કનેક્શન, જુઓ ફોટો
દિવાળીમાં ડાયાબિટીસના દર્દીઓ આ રીતે રાખે સ્વાસ્થ્યનું ધ્યાન
Almonds For Health : બદામ ખાવાથી શરીરના આટલા રોગ થશે દૂર, જાણી ને ચોંકી જશો
ફટાકડાના ધુમાડાથી આંખમાં બળતરા થાય તો કરો આ ઉપાય, મળશે રાહત
કોકોનટ શુગરનું સેવન કરવાથી થાય છે અનેક ફાયદા

જ્યાં સમગ્ર ઘટનાનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું.. ઘટના કેવીરીતે બની હતી? બનાવ સમયે કારની સ્પીડ કેટલી હતી? એ જાણવાનો પ્રયત્ન પોલીસ દ્વારા કરાયો.. આ પ્રકારની જ્યારે મોટી ઘટના બને ત્યારે પોલીસ ઘટનાને  સારી રીતે સમજવા માટે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવતી હોય છે.

કાન પકડી ઉઠક બેઠક કરી માંગી માફી

પોલીસ જ્યારે આરોપી પિતા-પુત્રને લઈ ઇસ્કોન બ્રિજ પર રીકન્સ્ટ્રક્શન માટે પહોંચી ત્યારે બંને સાથે મળી ઘટના અંગે માફી માગી હતી. શરૂઆતમાં બંનેએ બે હાથ જોડી તેઓ દિલગીર હોય એવું દર્શાવ્યું હતું. ત્યારબાદ બંને એ કાન પકડી ઉઠક બેઠક કરી માફી  માંગી હતી.  બંને એ એવું દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો કે તેઓ ઘટનાને લઇ દિલગીર છે અને માફી માંગે છે. તથ્ય એ જણાવ્યું કે ઘટના અંગે તે દિલગીર છે અને માફી માંગે છે.

9 લોકોને મારી નાખવાનો પસ્તાવો ચહેરા પર નહીં:ડીસીપી

ફૂલ સ્પીડ કાર ના કારણે 9 લોકોના મૃત્યુ થયા છે ત્યારે મીડિયા સમક્ષ પિતાપુત્ર એ પસ્તાવો હોવાનું નાટક તો કર્યું પરંતુ તપાસ અધિકારી ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈએ જણાવ્યું કે તથ્યની કાર સાથે ટક્કરથી 9 લોકોએ જીવ ગુમાવ્યો હોવા છતા તેના ચહેરા પર એ ગંભીરતા કે દર્દ નથી દેખાતું કે એનાથી 9 લોકોના જીવ ગયા છે.

આરોપીને ઘટનાની સભાનતા નથી એ કદાચ એની ઉંમરના કારણે હોઈ શકે છે.  એફએસએલ ના રિપોર્ટને ચાર્જશીટમાં સમાવી તપાસને આગળ વધારીશું અને આ ઘટના માં પોલીસ કોઈપણ પ્રકારની ચૂક નહીં રાખે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:40 pm, Thu, 20 July 23

Next Article