Ahmedabad : ઇસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ પોલીસ એક્શનમાં, ડ્રગ્સ અને દારૂ જેવી પ્રવૃતિના સેવનને લઈને સર્ચ ઓપરેશન શરુ, જૂઓ Video

| Edited By: | Updated on: Jul 22, 2023 | 9:07 AM

SOG ક્રાઈમ બ્રાંચની વિવિધ ટીમોએ કાફે પર તપાસ કરવામાં આવી રહી છે. ડ્રગ્સ અને દારૂ જેવી પ્રવૃતિના સેવનને લઈને સર્ચ ઓપરેશન (search operation) શરૂ કરાયું છે. કાફેની સાથે ઓવરસ્પીડ વાહનો અને બ્લેક ફિલ્મ સહિતનું ચેકીંગ હાલમાં પોલીસ કરી રહી છે. SOG ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Ahmedabad : અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ પોલીસ એક્શનમાં આવી ગઇ છે. પોલીસે સિંધુભવન રોડ, થલતેજ અને એસજી હાઇવે પર સર્ચ ઓપરેશન શરુ કર્યુ છે. SOG ક્રાઈમ બ્રાંચની વિવિધ ટીમોએ કાફે પર તપાસ કરવામાં આવી રહી છે. ડ્રગ્સ અને દારૂ જેવી પ્રવૃતિના સેવનને લઈને સર્ચ ઓપરેશન (search operation) શરૂ કરાયું છે. કાફેની સાથે ઓવરસ્પીડ વાહનો અને બ્લેક ફિલ્મ સહિતનું ચેકીંગ હાલમાં પોલીસ કરી રહી છે. SOG ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો-Breaking News : રાજ્યમાં આગામી 3 કલાક વરસાદની આગાહી, કચ્છ અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

મહત્વનું છે કે અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર ભયંકર અકસ્માત સર્જી 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. જો કે તથ્ય પટેલનો બ્લડ સેમ્પલ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તથ્યના રિપોર્ટમાં આલ્કોહોલનું પ્રમાણ નહિવત આવ્યું છે. જ્યારે કે તથ્યની સાથે કારમાં સવાર 5 મિત્રોના રિપોર્ટમાં પણ આલ્કોહોલનું પ્રમાણ જોવા મળ્યું નથી. કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તથ્યને સરખેજ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો.

અકસ્માત પહેલા તથ્ય રાત્રે ક્યાં ક્યાં ગયો હતો અને કેટલી સ્પીડમાં ગાડી ચલાવતો હતો તેનો તે યોગ્ય જવાબ આપતો નથી. અકસ્માત કરનાર જેગુઆર ગાડીનો RTO બ્રેક ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત મેડિકલ ચેકઅપ સમયે તથ્યએ ખોટું બોલી સમય બગાડ્યો હોવાથી તેની યોગ્ય પૂછપરછ થઇ શકી નથી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો