AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad:આડેધડ પાર્કિંગ, રોંગ સાઈડ ડ્રાઈવિંગ, ઠેકઠેકાણે કરી દેવાયેલા દબાણ, કાનુની સેવા સત્તામંડળે હાઈકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં ખૂલી AMCની પોલ

Ahmedabad: ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તામંડળે હાઈકોર્ટના આદેશથી શહેરમાં રિયાલિટી ચેક હાથ ધર્યુ હતુ. આ ચેકિંગ બાદ સત્તામંડળે 60 પન્નાનો રિપોર્ટ રજૂ કર્યો છે. જેમા AMCના અણઘડ વહીવટની પોલ ખૂલી છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં આડેધડ પાર્કિંગ, રોંગ સાઈડ ડ્રાઈવિંગ અને ઠેકઠેકાણે કરી દેવાયેલા દબાણના ફોટોગ્રાફ્સ સહિતના પૂરાવા રજૂ કર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2023 | 6:07 PM
Share

Ahmedabad: 60 પાનાનો રિપોર્ટ, અને ખુલી AMCની પોલ. રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મુદ્દે AMCનું તંત્ર નિષ્ક્રિય છે. આ તારણ રજૂ થયું છે હાઇકોર્ટમાં રજૂ કરાયેલા એક રિપોર્ટમાં. કન્ટેમ્પ્ટ પિટિશન મુદ્દે, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળે હાઇકોર્ટના આદેશથી શહેરમાં રિયાલિટી ચેક હાથ ધર્યું. સત્તામંડળની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સત્તામંડળે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી, અને ફોટોગ્રાફ સાથે દસ્તાવેજી પુરાવા પણ એકત્ર કર્યા હતા.

જાહેરમાર્ગો પર આડેધડ પાર્કિંગનો રિપોર્ટમાં ઉલ્લેખ

સત્તામંડળના રિપોર્ટ પર નજર કરીએ તો અમદાવાદમાં જાહેરમાર્ગો પર ગેરકાયદે પાર્કિંગ થાય છે. રોંગસાઇડ ડ્રાઇવિંગથી ટ્રાફિકની અવરજવરમાં અડચણ સર્જાય છે.રસ્તા પર ચાની કિટલી, ફૂડ સ્ટોલ, શાકભાજીના ફેરીયા અને ગલ્લાધારકો દ્વારા દબાણ કરવામાં આવે છે તો રસ્તા પરના દબાણને પગલે શહેરના માર્ગોની સાઇઝ અડધી થઇ ગઇ છે, સાથે જ આડેધડ પાર્કિંગના પગલે રોંગ સાઇડ ડ્રાઇવિંગનું ચલણ પણ વધ્યું છે તો શહેર ટ્રાફિક પોલીસ પાસે રોંગ સાઇડ ડ્રાઇવિંગ અટકાવવા કોઇ વ્યવસ્થા ન હોવાનું રિપોર્ટમાં ટાંકવામાં આવ્યું છે. એટલું જ નહીં રખડતા ઢોરના પ્રશ્નને પણ રિપોર્ટમાં ગંભીર રીતે ટાંકવામાં આવ્યો છે અને રખડતા ઢોરને શહેરનો પ્રાણ પ્રશ્ન ગણાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Gandhinagar: રાજ્યના ઓદ્યોગિક વિકાસને વેગ આપતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક નિર્ણય, બનાસકાંઠામા મુ઼ડેઠા ખાતે સ્થપાશે નવી ઓદ્યોગિક વસાહત

દરેક રસ્તાઓ પર આડેધડ ઉભા કરી દેવાયેલા દબાણના ફોટોગ્રાફ્સ હાઈકોર્ટમાં રજૂ

રિપોર્ટમાં દર્શાવવામાં આવેલા તારણો પર નજર કરીએ તો કેશવબાગથી પકવાન ચાર રસ્તા સુધી ગેરકાયદે પાર્કિંગ કરાય છે અને અવરજવરમાં અડચણ અને ટ્રાફિકજામની સમસ્યા થાય છે. દરેક ચાર રસ્તા પર ટ્રાફિકજામ, પોલીસ મુકવાની જરૂર છે, લારી-ગલ્લાવાળાઓનું જાહેરમાર્ગો પર જૂનું દબાણ દૂર કરાય જેના પગલે વિવિધ પ્રકારના દબાણોને પગલે રસ્તા સાંકડા થયા છે. કે.ડી.હોસ્પિટલથી માનસી ચાર રસ્તા સુધી ગેરકાયદે પાર્કિંગ, આકાશ ટાવરથી જજીસ બંગલો સુધી ગેરકાયદે પાર્કિંગ, નારણપુરાથી હાઇકોર્ટ જવાના માર્ગો પર પાર્કિંગનો પ્રશ્ન, થલતેજમાં મેટ્રો સ્ટેશન પાસે રિક્ષાઓના ગેરકાયદે પાર્કિંગ, અંકુર ચાર રસ્તા નજીક ફેરિયા અને સ્ટોલનું દબાણ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો
નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન
Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
g clip-path="url(#clip0_868_265)">