Ahmedabad : ગણેશ મહોત્સવનું આયોજન કરતા અમદાવાદીઓએ આ નિયમોનું કરવુ પડશે પાલન, પોલીસ ઈન્ચાર્જે બહાર પાડ્યું જાહેરનામુ

|

Aug 16, 2022 | 7:06 AM

માટીની મૂર્તિની (Ganesha Idol) વાત કરીએ તો તે 9 ફૂટથી વધારે ન હોવી જોઇએ.ઉપરાંત મૂર્તિ બનાવવા કારીગરો માટે પણ જાહેરનામામાં કડકાઈ દાખવવામાં આવી છે.

Ahmedabad : ગણેશોત્સવને (Ganeshotasav) લઈને અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનરે (Police Commissioner) જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા અનુસાર સાર્વજનિક ગણેશ મહોત્સવ માટે સરકારે POPની મૂર્તિ 5 ફૂટથી વધારેની ઉંચઇ વાળી ન હોવી જોઇએ તેમજ પંડાલ બનાવવા અને લાઉડ સ્પીકર વગાડવા માટે મંજૂરી આપી છે. જો કે ગણેશ સ્થાપના માટે અમદાવાદીઓએ મંજુરી લેવી જરૂરી છે.આ સિવાય માટીની મૂર્તિની (Ganesha Idol) વાત કરીએ તો તે 9 ફૂટથી વધારે ન હોવી જોઇએ.ઉપરાંત મૂર્તિ બનાવવા કારીગરો માટે પણ જાહેરનામામાં કડકાઈ દાખવવામાં આવી છે.જેમાં મૂર્તિ બનાવવા માટે ઝેરી કેમિકલનો (Chemical) ઉપયોગ નહીં કરી શકે.તો શ્રદ્ધાળુઓ (Devottes) મંજુર કરેલા રૂટ પર જ શોભા યાત્રા કાઢી શકશે.તેમજ AMCએ તૈયાર કરેલા કૃત્રિમ કુંડમાં જ મૂર્તિનું વિસર્જન કરવુ પડશે.

મહત્વનું છે કે, ગયા વર્ષ કોરોના સંક્રમણ વધુ હોવાથી નિયમોમાં થોડી વધારે કડકતા દાખવવામાં આવી હતી.જેમાં સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ મંડપમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સ (Corona Guidelines) S.O.P પાલન, ફરજિયાત માસ્ક સાથે જ લોકોને ગણેશ દર્શન માટે મંજુરી આપવામાં આવી હતી. જો કે આ વર્ષ કોરોનાના કેસ નિયંત્રિત હોવાથી સરકારે નિયમોમાં થોડી વધારે છુટછાટ આપી છે.

 વિધ્નહર્તાની મૂર્તિને વિધ્ન

રાજકોટમાં ગણેશોત્સવ (Rajkot Ganeshotasav) પહેલા જ આયોજકો અને મૂર્તિકારો ચિંતામાં ફસાયા છે, કારણકે આયોજકોએ 2 માસ પહેલા 11 ફૂટની મૂર્તિ બનાવી નાખી છે, ત્યારે પોલીસે હવે 9 ફૂટની મૂર્તિ જ રાખી શકાશે તેવું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે 31 ઓગસ્ટે ગણેશ ચતુર્થી છે, ત્યારે શહેરમાં તો બે મહિના અગાઉ જ દુંદાળા દેવના સ્વાગતની તૈયારીઓ શરૂ થઇ ગઈ હતી અને મોટાભાગની મૂર્તિઓ શહેરમાં જુદા જુદા સ્થળોએ અનેક મૂર્તિકારોએ ઇકોફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવવાનું શરૂ કરી દીધું છે. ગણેશજીની મોટી મૂર્તિ બનાવવા માટે પહેલાથી જ ઓર્ડર આપવા પડતા હોય છે જેને પગલે આયોજકોએ બે મહિના અગાઉ અનેક આયોજકોએ 11 ફૂટની મૂર્તિ બનાવવાના ઓર્ડર આપી દીધા હતાં, પરંતુ રાજકોટ શહેર પોલીસ કમિશનરે ગણેશચતુર્થીના માત્ર 21 દિવસ પહેલા જ 9 ફૂટથી વધુ ઊંચી મૂર્તિ નહીં બનાવવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરતાં હવે આયોજકો મુંઝાયા છે.

Next Video