Ahmedabad : રિક્ષા-કેબ ચાલકો માટે મહત્વના સમાચાર, વાહનમાં લગાવવું પડશે માહિતી બોર્ડ, જુઓ Video

Ahmedabad : રિક્ષા-કેબ ચાલકો માટે મહત્વના સમાચાર, વાહનમાં લગાવવું પડશે માહિતી બોર્ડ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 02, 2023 | 6:55 PM

અમદાવાદમાં દોઢ લાખથી વધુ રિક્ષાઓ અને અંદાજે એક લાખ જેટલી કેબ દોડી રહી છે. અવારનવાર રિક્ષામાં પેસેન્જર સાથે લૂંટની ઘટનાઓ સામે આવતી હોય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે વાહનમાં વિગતવાળું બોર્ડ ફરજિયાત લગાવવાનો નિર્ણય કર્યો છે.

Ahmedabad : અમદાવાદમાં કેબ અને રિક્ષાચાલકો માટે વાહનમાં પોલીસ હેલ્પલાઈન, વાહન નંબર, ડ્રાઈવર-માલિક સહિતની વિગતનું બોર્ડ ફરજિયાત કરાયું છે. આ નિર્ણયના અમલ માટે રિક્ષાચાલકોને એક મહિનાની મુદ્દત આપવામાં આવી છે. જો એક મહિના બાદ બોર્ડ વગરનું રિક્ષા કે કેબ દેખાશે તો કાયદાકીય કાર્યવાહી થશે.

નિર્ણયના અમલમાં રિક્ષાચાલકોને કોઈ સમસ્યા ન આવે એ માટે પોલીસે રસ્તાઓ પર રિક્ષાચાલકો સાથે સંવાદ કર્યો છે. બોર્ડમાં કઈ કઈ વિગત રાખવી, કેવી રીતે બોર્ડ લગાવવા વગેરેની માહિતી પોલીસે રિક્ષાચાલકોને આપી છે. પોલીસે રસ્તાઓ પર ફરીને કેબ અને રિક્ષાચાલકોને સમજાવી રહી છે.

આ પણ વાંચો Ahmedabad: AMC હેલ્થ ટેક્નિકલ સ્ટાફનું આંદોલન, 5 ઓક્ટોબરથી પેન ડાઉન હડતાળની ચિમકી

અમદાવાદમાં દોઢ લાખથી વધુ રિક્ષાઓ અને અંદાજે એક લાખ જેટલી કેબ દોડી રહી છે. અવારનવાર રિક્ષામાં પેસેન્જર સાથે લૂંટની ઘટનાઓ સામે આવતી હોય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે વાહનમાં વિગતવાળું બોર્ડ ફરજિયાત લગાવવાનો નિર્ણય કર્યો છે. રિક્ષાચાલકોમાં જાગૃતિ આવે તે માટે હાલ પોલીસ પ્રયાસ કરી રહી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો