વધી રહેલા કોરોનાને પગલે IMA ની રાજ્ય સરકારને ગર્ભિત ભાષામાં ચેતવણી: ‘સામાજિક અને રાજકીય મેડાવળાઓ બંધ કરો’

|

Jan 05, 2022 | 8:14 AM

ચિંતાજનક રીતે રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તો ઓમિક્રોનની આફત વચ્ચે ધાર્મિક, સામાજીક અને રાજકીય મેડાવળાઓ જોરશોરથી ચાલી રહ્યા છે. ત્યારે IMA એ સરકારને ચેતવણી આપી છે.

Corona in Gujarat: વધી રહેલા સંક્રમણને પગલે IMAએ રાજ્ય સરકારને (Gujarat Government) સૂચન સાથે ગર્ભિત ભાષામાં ચેતવણી આપી છે. સરકારને સામાજીક તથા રાજકીય મેડાવળા બંધ કરવાની સલાહ આપી છે. સાથે જ સ્કૂલો ફરીથી ઓનલાઈન કરીને, રેસ્ટોરન્ટ તથા થિયેટરોમાં 50 ટકા ક્ષમતા કરવા અનુરોધ કર્યો છે.

એક તરફ ચિંતાજનક રીતે રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તો ઓમિક્રોનની આફત વચ્ચે ધાર્મિક, સામાજીક અને રાજકીય મેડાવળાઓ જોરશોરથી ચાલી રહ્યા છે. ત્યારે 7 મુદ્દાની એડવાઇઝરી જાહેર કરીને IMAએ સરકારને કેટલાક પગલા ભરવા માટે સૂચનો કર્યા છે. જેમાં કોરોના ગાઇડલાઇનના કડક પાલન સાથે જાહેર સ્થળો પર બંને ડોઝ લેનારા લોકોને પ્રવેશ આપવાની સલાહ આપી છે.

તો પબ્લિક પ્લેસ પર ફરજિયાત માસ્ક અને હેન્ડ સેનિટાઇઝરની વ્યવસ્થા પર ભાર મુક્યો છે. તેમજ વિદેશથી આવતા મુસાફરો માટે નવી ક્વોરન્ટાઇન પોલિસી બનાવીને, RT-PCR ફરજિયાત કરવા સૂચન કર્યું છે. IMA નો દાવો છે કે ઓમિક્રોન અત્યંત ચેપી વેરિઅન્ટ છે, ત્યારે આવી સંભવિત ખતરાની સ્થિતિમાં સરકારની મદદ માટે તેઓની 115 શાખાના સભ્યો તૈયાર છે.

IMAએ શું કર્યા સૂચનો ?

શરદી, ખાંસી, થાક લાગવો ઓમિક્રોનના લક્ષણો છે
લક્ષણો દેખાય તો તબીબની સલાહ લો, ટેસ્ટ કરાવો.
કોવિડ-19ની ગાઇડલાઇનનું કડક રીતે પાલન કરાવો.
સામાજીક અંતર, માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરો.
રાજ્યભરમાં રસીકરણ અભિયાન વધુ તેજ બનાવો.
જાહેર સ્થળો પર બંને ડોઝ લેનારાને જ પ્રવેશ આપો.
શાળા-કોલેજ અને રમત ગમતના સ્થળો પર કડકાઇ રાખો.
15થી 18 વર્ષના કિશોરોનું ફરજિયાત રસીકરણ કરાવો.
સામાજીક અને રાજકીય મેડાવળાઓ પર પ્રતિબંધ લગાવો.
ધાર્મિક, રાજકીય, સામાજીક પ્રસંગોમાં 25 ટકા મર્યાદામાં મંજૂરી આપો.
રેસ્ટોરન્ટ, સિનેમા, જીમમાં 50 ટકા મર્યાદામાં જ મંજૂરી આપો.
મંદિર અને બગીચામાં 40 ટકા મર્યાદામાં જ મંજૂરી આપો.
સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરી સ્થિતિ મુજબ નિર્ણય લો.
વિદેશી મુસાફરોના આગમન પર RT-PCR ટેસ્ટ ફરજિયાત કરો.
વિદેશથી આવતા મુસાફરો માટે સમાન ક્વૉરન્ટાઇન પોલિસી બનાવો.
પોઝિટિવ દર્દીઓનું ટ્રેકિંગ અને ટ્રેસિંગ વધુ કડક બનાવો.
IMAની 115 શાખાના સભ્યો સરકારની મદદ માટે તૈયાર.

 

આ પણ વાંચો: Surat: કોરોના કેસના આ આંકડા જોઈને સુરતવાસીઓ ચેતી જજો, 4 દિવસમાં કોરોના 4 ગણો વધ્યો

આ પણ વાંચો: ગુજરાતમાં આજથી 5 દિવસ સુધી માવઠાની આગાહી, જાણો કયા વિસ્તારમાં રહેશે કેવું વાતાવરણ

Next Video