Ahmedabad: આંબલી બોપલ રોડ ઉપર પર પડેલા ભૂવામાં ફસાયું ડમ્પર

|

Sep 19, 2022 | 8:35 PM

અમદાવાદમાં થોડા થોડા દિવસના અંતરે  શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવા પડ્યા હતા. હાલમાં વરસાદ ન હોવા છતાં પણ વિવિધ રોડ ઉપર ભૂવા પડી રહ્યા છે. અમદાવાદમાં (Ahmedabad) છેલ્લા પાંચ દિવસમાં ચાર સ્થળોએ ભૂવા (pits) પડવાનો અને ડ્રેનેજ લાઈનમાં (Dranage line) ભંગાણ સર્જાવાની ઘટના બની છે.

અમદાવાદ (Ahmedabad) શહેરમાં વધુ એક ભૂવો પડ્યો હતો, શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઈસ્કોન રોડ પર અશોક વાટિકા નજીક ભૂવો પડ્યો હતો. આ ભૂવો ગટર લાઈનની ચેમ્બર તૂટતા પડ્યો હતો. ભૂવો (Sink hole) પડ્યો હતો. ભૂવો એટલો મોટો હતો તેમાં એક ટ્રક ફસાઈ હતી, જેને બહાર કાઢવા ક્રેનની (Crane) મદદ લેવાઈ હતી. અમદાવાદમાં થોડા થોડા દિવસના અંતરે  શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવા પડ્યા હતા. હાલમાં વરસાદ ન હોવા છતાં પણ વિવિધ રોડ ઉપર ભૂવા પડી રહ્યા છે. અમદાવાદમાં (Ahmedabad) છેલ્લા પાંચ દિવસમાં ચાર સ્થળોએ ભૂવા (pits) પડવાનો અને ડ્રેનેજ લાઈનમાં (Dranage line) ભંગાણ સર્જાવાની ઘટના બની છે.

મેટ્રો સિટી અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો હજી પણ યથાવત છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વિશાળકાય ભૂવા પડી રહ્યા છે. વગર વરસાદે (Rain)  રસ્તા પર ભૂવો પડતા સ્થાનિકોએ મનપાના તંત્ર સામે રોષ વ્યકત કર્યો છે. જો કે, વારંવારના પડતા ભૂવાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્માર્ટસિટી અમદાવાદમાં (Smartcity ahmedabad) 94 ભૂવા પડ્યા છે. હજુ પણ 10થી વધુ ભૂવાના રિપેરીંગની કામગીરી અધૂરી છે. તાજેતરમાં જ શહેરના જુહાપુરા વિસ્તારમાં ભૂવો પડ્યો હતો અને હવે જોધપુરમાં  વિશાળકાય ભૂવો (Sinkhole) પડ્યો છે. વગર વરસાદે રસ્તા પર ભૂવો પડતા સ્થાનિકોઅ મનપાના તંત્ર સામે રોષ વ્યકત કર્યો છે. જો કે, વારંવારના પડતા ભૂવાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

Next Video