અમદાવાદ: વિશાલાથી નારોલ સર્કલ રોડ પર સર્જાયો ભારે ટ્રાફિક જામ, હજારો વાહનચાલકો કલાકો સુધી અટવાયા- જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 25, 2024 | 11:01 PM

અમદાવાદ: વિશાલાથી નારોલ સર્કલ રોડ પર ભારે ટ્ર્રાફિક જામ સર્જાતા હજારો વાહનચાલકો અટવાયા હતા. કલાકો સુધી વાહનચાલકો ટ્રાફિકમાં અટવાયા હતા. ડંપિન્ગ સાઈડ નજીક ચારેકોર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.

અમદાવાદ વિશાલાથી નારોલ સર્કલ રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે હજારો વાહનચાલકોના વાહનોના પૈડા થંભી ગયા હતા. ડંપિન્ગ સાઈઢ નજીક ચારે બાજુ વાહનોની કતારો જોવા મળી હતી. જો કે આ વિસ્તારમાં એકપણ ટ્રાફિક પોલીસની વ્યવસ્થા ન હોવાનુ સામે આવ્યુ છે. ભારે ટ્રાફિક જામમાં ફસાતા વાહનચાલકો પરેશાન થયા હતા. દૂર દૂર સુધી જ્યાં નજર પડે ત્યાં બસ વાહનોની જ કતારો જોવા મળી હતી

કલાકો સુધી ટ્રાફિક ક્લિયર ન થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાંજના સમયે ઓફિસથી ઘરે જઈ રહેલા લોકો ટ્રાફિકમાં ફસાઈ જતા ભારે મુશ્કેલી અનુભવી રહ્યા હતા. બીજી તરફ ડમ્પિન્ગ સાઈડ પણ તદ્દન નજીક હોવાને કારણે વાહનચાલોકને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો. પિરાણા ડમ્પિંન્ગ સાઈડ પર કચરો સળગાવવાની પ્રક્રિયાને કારણે વાતાવરણમાં વિઝિબિલિટી પણ ઘટી હતી અને ચારેતરફ ધુમાડાના દૃશ્યો ફેલાઈ ગયા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં બુટલેગર દ્વારા ASIની હત્યાના કેસમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રની રાજસ્થાનથી ધરપકડ, કાર ડ્રાઈવર સહિત 4 આરોપીને દબોચ્યા

ટ્રાફિક જામમાં ફસાયેલા વાહનચાલકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો અને તેઓ એકજ સવાલ કરી રહ્યા હતા કે અહીં કોઈ ટ્રાફિકના સંતુલન માટે ટ્રાફિક પોલીસ કેમ નથી? લોકો પાસે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાના દાવા કરતુ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસનેં શું આ દૃશ્યો નથી દેખાતા! લોકો ટ્રાફિકજામમાં ફસાઈને હાલાકી વેઠી રહ્યા છે ત્યારે ટ્રાફિકનું સંચાલન કરવાની જવાબદારી કોની ? તે સવાલ દરેક વ્યક્તિ કરી રહ્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો