'કંપની દેવીદેવતાના ફોટાવાળા ફટાકડા બનાવે છે, એમાં અમારો શું વાક?', વેપારીઓનો VHP કાર્યકરો પર દાદાગીરીનો આક્ષેપ

‘કંપની દેવીદેવતાના ફોટાવાળા ફટાકડા બનાવે છે, એમાં અમારો શું વાક?’, વેપારીઓનો VHP કાર્યકરો પર દાદાગીરીનો આક્ષેપ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 7:12 AM

અમદાવાદના નરોડા વિસ્તારમાંથી વેપારીઓની વ્યથા સામે આવી છે. કોરોનાના 2 વર્ષ બાદ માંડ આ વર્ષે ધંધો થઇ રહ્યો છે. ત્યારે વેપારીઓનો આક્ષેપ છે કે દેવીદેવતાના ફોટાને લઈને VHP કાર્યકરો પર દાદાગીરી કરી રહ્યા છે.

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે દિવાળીમાં લોકો દીવા પ્રગટાવવા સાથે ખુબ ફટાકડા ફોડીને ઉજવણી કરતા હોય છે. વર્ષો થી અમુક ફટાકડાઓ પર દેવી દેવતાઓના ફોટા જોવા મળે છે. ત્યારે ફટાકડા પર દેવી દેવતાઓના ફોટાને લઈને વેપારીઓને હવે મુશ્કલી પડી રહ્યી છે. વેપારીઓ આ અંગે ફરિયાદ કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે અમદાવાદના નરોડામાં વિસ્તારમાં વેપારીઓની ફરિયાદ સામે આવી છે. અહીંયા વીએચપી કાર્યકરો દેવી દેવતાના ફોટાવાળા ફટાકડા ન વેચવા વેપારીઓ સામે દાદાગીરી કરતા હોવાના વેપારીઓએ આક્ષેપ લગાવ્યો છે.

આ ફટાકડાના વેપારીઓનું કહેવુ છે કે કંપની જ દેવીદેવતાના ફોટાવાળા ફટાકડા બનાવે છે, તેમાં વેપારીઓનો શું વાક? વેપારીઓનું કહેવુ છે કે એક તો કોરોનાના કારણે બે વર્ષથી ધંધો બંધ હતો. અને હવે વીએચપીના કાર્યકરો તેમનો ધંધો બંધ કરાવી રહ્યા છે.

ત્યારે તમને જણાવી દઈએ કે આ સમગ્ર મામલે એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાના અહેવાલ પણ છે. જેમાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ ફટાકડાના વેપારીઓને ધમકાવતા અને દાદાગીરી કરતા જોવા મળી રહ્યા છે. અહેવાલ પ્રમાણે વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે VHP ના કાર્યકરો દુકાનમાં જઈને દેવીદેવતાના ફોટા વાળા ફટાકડાના પેકેટ તોડી નાખે છે. એક તરફ કોરોના કાળના બે વર્ષ બાદ ધંધાઓ ખૂલી રહ્યા છે, ત્યારે આ વાતને લઈને વેપારીઓ ચિંતામાં છે.

 

આ પણ વાંચો: PM મોદી આજે 18મી આસિયાન-ભારત સમિટમાં લેશે ભાગ, આ મુદ્દાઓ પર રહેશે ફોકસ, વાંચો દેશ માટે શા માટે છે મહત્વનું ?

આ પણ વાંચો: સસ્તી વિદેશી ચાએ વધારી દેશી ચાના બગીચાના માલિકોની મુશ્કેલી, આયાતી ચા માટે લઘુત્તમ ભાવની માંગ

Published on: Oct 28, 2021 07:06 AM
g clip-path="url(#clip0_868_265)">