Ahmedabad : ક્રૂડ ઓઇલના ભાવ ઘટયા તો પણ ઇંધણના ભાવ ન ઘટતા ભાજપ-કોંગ્રેસના આક્ષેપ પ્રતિઆક્ષેપ

|

Jan 20, 2023 | 3:15 PM

ભાજપના નેતા પ્રેરક શાહે જવાબ આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ શાસિત રાજ્યમાં ઈંધણ ઉપરનો રેટ સૌથી વધુ છે. તેની સામે  ગુજરાતમાં સૌથી ઓછા દરે ઈંધણ વેંચાય છે. તેમજ ક્રુડના ભાવમાં વોલેટેલિટિ હોવાથી કેન્દ્ર સરકારે ભાવ ન ઘટાડ્યા હોવાનું પણ કારણ આપ્યું છે.

દેશમાં ક્રુડ ઓઈલના ભાવ ઘટ્યા છે, પરંતુ ઈંધણના ભાવમાં કોઈ ઘટાડો ન થયા હોવાના દાવા પર કોંગ્રેસ-ભાજપ ફરી આમને સામને આવી ગયા છે. કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેન્કરે આક્ષેપ કર્યો હતો કે  મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલમાં 32 ટકાનો અને LPGમાં 40 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જેની સામે ભાજપ સરકાર ઇચ્છે તો પેટ્રોલ-ડિઝલની કિંમતમાં 18 રૂપિયાનો ઘટાડો કરી શકે છે, પરંતુ ભાવ ઘટાડવાને બદલે સરકારે 28 લાખ કરોડના ટેક્સની લૂંટ ચલાવી છે.

 ભાજપે કહ્યું કોંગ્રેસ શાસિત રાજ્યમાં ઇંધણના સૌથી વધુ ભાવ

આ આક્ષેપની સામે  ભાજપના નેતા પ્રેરક શાહે  જવાબ આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ શાસિત રાજ્યમાં ઈંધણ ઉપરનો રેટ સૌથી વધુ છે. તેની સામે  ગુજરાતમાં સૌથી ઓછા દરે ઈંધણ વેંચાય છે. તેમજ ક્રુડના ભાવમાં વોલેટેલિટિ હોવાથી કેન્દ્ર સરકારે ભાવ ન ઘટાડ્યા હોવાનું પણ કારણ આપ્યું છે .

ગુજરાતમાં  ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

શુક્રવારે વૈશ્વિક બજારોમાં કાચા તેલના ભાવમાં ઉછાળો

આજે શુક્રવારે વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડ $1.18 મુજબ 1.39% વધીને $86.16 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. તે જ સમયે WTI $ 0.47 ઉછાળા બાદ  0.59% બેરલ દીઠ $ 80.80 પર વેચાઈ રહ્યું છે. દરરોજની જેમ આજે પણ સરકારી તેલ કંપનીઓએ દેશમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સ્થાનિક ફેરફાર જોવા મળી રહ્યો છે.  છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 22 મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે.

Next Video