Gujarati Video : ધોળકામાં ગટર સાફ કરવા ઉતરેલા બે કામદારના થયા મોત, કામદારને બચાવવા ઉતરેલા તરવૈયાને સારવાર માટે ખસેડાયો

|

Apr 23, 2023 | 2:15 PM

Ahmedabad News : આ બંને કામદાર બાવળાના શિયાળ ગામના વતની છે, જેમના નામ અને ઉંમર ગોપાલભાઈ પઢાર-ઉ.32 વર્ષ તેમજ બીજલભાઈ પઢાર-ઉ.30 વર્ષ છે. આ બંને કામદારો પી સી સ્નેહલ કંટ્રકશન પ્રાઇવેટ લિમિટેડ એજન્સીના છે.

અમદાવાદના ધોળકામાં ગટર સાફ કરવા ઉતરેલા બે સફાઇ કામદારોના મોત થયા છે. બંનેને શોધવા માટે અમદાવાદથી ફાયરની ટીમને બોલાવવાની ફરજ પડી હતી. બંને સફાઇ કામદારો પી. સી. સ્નેહલ કંટ્રકશન પ્રાઇવેટ લિમિટેડ એજન્સીના કામદારો ગઇકાલે ગટર સાફ કરવા માટે ઉતર્યા હતા. જો કે આ બંને કામદારના મોત થયા છે. બીજી તરફ કામદારોને બચાવવા ઉતરેલા સ્થાનિક તરવૈયાને સારવાર હેઠળ ખસેડાયો છે.

આ પણ વાંચો-ગુરૂએ બરબાદ કર્યું શિષ્યનું ભવિષ્ય ! ડમીકાંડનો આરોપી મિલન ઘુઘા બારૈયા છે ખૂબ તેજસ્વી, ગુરુએ મિલનને કૌભાંડમાં ધકેલ્યો

આ બંને કામદાર બાવળાના શિયાળ ગામના વતની છે, જેમના નામ અને ઉંમર ગોપાલભાઈ પઢાર-ઉ.32 વર્ષ તેમજ બીજલભાઈ પઢાર-ઉ.30 વર્ષ છે. આ બંને કામદારો પી સી સ્નેહલ કંટ્રકશન પ્રાઇવેટ લિમિટેડ એજન્સીના છે અને ધોળકાના પુલેન સર્કલ પાસે આવેલ એસ ટી પી (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) નો બનાવ હોવાની માહિતી છે. ધોળકા ફાયર વિભાગના કર્ચારી તેમજ અમદાવાદ ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

અમદાવાદથી ફાયરની ટીમને બોલાવવાની પડી ફરજ

આ ઘટનામાં અમદાવાદથી ફાયરની ટીમને બોલાવવાની ફરજ પડી હતી. તેમજ કામદારોને બચાવવા ઉતરેલા સ્થાનિક તરવૈયો પણ સારવાર હેઠળ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 9:19 am, Sun, 23 April 23

Next Video