Ahmedabad માં ઓનલાઇન મંગાવેલી પનીર ભૂરજીમાં નીકળી આ વસ્તુ, ફૂડ પોઇઝનિંગ થયું

|

Jan 20, 2022 | 9:19 AM

અમદાવાદમાં મરેલા ઉંદરયુક્ત સબ્જી ખાતા પરિવારના તમામ સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી.. જેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.

અમદાવાદના(Ahmedadad)  નવા વાડજમાં એક પરિવારે મંગાવી પનીર ભુરજીનું(Panner Bhuraji)  શાક  પણ નીકળ્યો મરેલો ઉંદર (Rat)  પરિવારે હિના રેસ્ટોરન્ટમાંથી જમવાનું ઓર્ડર કર્યું હતું..જેમાં મરેલો ઉંદર નીકળતાં પરિવારે રેસ્ટોરન્ટ સામે કાર્યવાહીની માંગ કરી છે.. ઘટના નવા વાડજમાં રહેતા પરમાર પરિવારની છે. પરિવારના સભ્યોએ દિલ્લી દરવાજાની સબજી-મંડીની ગલીમાં આવેલી હિના રેસ્ટોરેન્ટમાંથી પનીર ભૂરજીનું શાક મગાવ્યું હતું..સબ્જી ઘરે આવતાં પરિવારના સભ્યો રાત્રે 9 વાગ્યાની આસપાસ જમવા બેઠા હતા. તે સમયે પનીર ભુરજીની સબ્જીમાં કંઇક અજુકતું દેખાયું હતું.. તેને જોયું તો પ્રથમ દષ્ટિએ સીમલા મરચુ હોવાનું જણાયું હતું. જોકે યોગ્ય રીતે જોતા મરેલો ઉંદર હતો. મરેલા ઉંદરયુક્ત સબ્જી ખાતા પરિવારના તમામ સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી.. જેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.

તો બીજીતરફ સમગ્ર મામલે પરમાર પરિવારે AMCના આરોગ્ય વિભાગને પત્ર લખીને કાર્યવાહીની માંગ કરી છે.. પરિવારનું કહેવું છે કે રેસ્ટોરેન્ટમાં બિન આરોગ્યપ્રદ પરિસ્થિતિમાં ખોરાક બનાવવામાં આવે છે.. સાથે જ તેઓ કોઇપણ પ્રકારની સ્વચ્છતા રાખતાં નથી.. જેથી આ રેસ્ટોરેન્ટને તાકીદે સીલ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે

આ પણ વાંચો : અમદાવાદના મણિનગર રેલ્વે ક્રોસિંગથી લોકો પરેશાન, બ્રિજ બનાવવા સ્થાનિકોની માંગ

આ પણ વાંચો :  PM Modi આજે સોમનાથ ખાતે નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે

Published On - 9:12 am, Thu, 20 January 22

Next Video