Ahmedabad : લાલદરવાજાની ઉડીપી રેસ્ટોરન્ટમાં સ્પ્રિંગ ઢોસામાંથી મરેલો વંદો નીકળ્યો

|

Mar 16, 2022 | 7:13 PM

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી હોટલ અને રેસ્ટરોરન્ટમાં પીરસવા આવતા ખોરાકમાં ગુણવત્તા અને સાફસફાઇને લઇને અનેક ફરિયાદો સામે આવી રહી છે. જો કે કૉર્પોરેશનનું વહીવટીતંત્ર માત્ર સમયાંતરે અને તહેવારો દરમ્યાન સેમ્પલ સર્વે કરીને બધુ બરાબર હોવાનો દાવો કરે છે.

અમદાવાદમાં(Ahmedabad)હોટલો, રેસ્ટોરન્ટ અને ઢાબા પર મનપાએ ચેકિંગ કરવાની ઢીલી નીતિ અપનાવી છે, ત્યારે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ઘટી રહી છે અને જમવાની વસ્તુમાંથી જીવાત નીકળવાની ઘટના વધી રહી છે.તાજેતરમાં જ આવી ઘટના સામે આવી છે, અમદાવાદ શહેરના લાલ દરવાજા વિસ્તારથી જ્યાં ઉડીપી રેસ્ટોરન્ટમાં(Udipi Resturant)એક યુવકના સ્પ્રિંગ ઢોસામાંથી મરેલો વંદો નીકળ્યો. આ યુવકે આ અંગે હોટલ મેનેજર અને સ્ટાફને ફરિયાદ કરી તો ત્યાંથી ઉડાઉ જવાબ મળ્યો. જ્યારે સ્ટાફના નફ્ફટ જવાબથી રોષે ભરાયેલો યુવક જમવાનું અધૂરું છોડીને જ ત્યાંથી નીકળી ગયો.પરંતુ, હોળી-ધૂળેટીનો તહેવાર છે. ત્યારે ખાદ્ય વસ્તુનું(Food Cheking)સમયાંતરે ચેકિંગ થાય તેવી લોકમાંગ ઉઠી છે.

કૉર્પોરેશનનું આરોગ્યતંત્ર આંખ આડા કાન કરતું હોવાનો આ બોલતો પુરાવો

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી હોટલ અને રેસ્ટરોરન્ટમાં પીરસવા આવતા ખોરાકમાં ગુણવત્તા અને સાફસફાઇને લઇને અનેક ફરિયાદો સામે આવી રહી છે. જો કે કૉર્પોરેશનનું વહીવટીતંત્ર માત્ર સમયાંતરે અને તહેવારો દરમ્યાન સેમ્પલ સર્વે કરીને બધુ બરાબર હોવાનો દાવો કરે છે. તેમજ હોટલ સંચાલકો દ્વારા નાણાં કમાવવાની લાલચમાં ગ્રાહકોને વાસી અને ભેળસેળયુક્ત ખોરાક પીરસવામાં આવતો હોવાની તરફ કૉર્પોરેશનનું આરોગ્યતંત્ર આંખ આડા કાન કરતું હોવાનો આ બોલતો પુરાવો છે.

આ પણ વાંચો :  Porbandar : ફિશિંગ બોટના ડિઝલના ભાવમાં વધારો થતાં માછીમારોમાં રોષ, ભાવવધારો પાછો ખેંચવા કલેકટરને આવેદનપત્ર આપ્યું

આ પણ વાંચો : Mehsana : 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના રસીકરણનો શુભારંભ, 90 હજાર બાળકોને અપાશે રસી

Next Video