Ahmedabad : વિકાસ એસ્ટેટમાં વિકરાળ આગ, આસપાસના મકાનોના ગેસ સિલિન્ડર ખસેડાયા, જુઓ Video

| Edited By: | Updated on: May 10, 2023 | 6:53 PM

અમદાવાદમાં બાપુનગરમાં આવેલા વિકાસ એસ્ટેટમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી. જેને પગલે આસપાના વિસ્તારમાં રહેતા લોકોને ખસેડવામાં આવ્યા હતા સાથે આસપાસના મકાનોના સિલિન્ડરો પણ અન્ય સ્થળે ખસેડાયા છે.

બાપુનગરમાં આવેલા વિકાસ એસ્ટેટમાં આવેલી આગ જનનીની ઘટના બની છે જેમાં જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર મેજર કોલ જાહેર કરાયો છે. આગની આ ઘટનાને કારણે ધુમાડાના ગોટેગોટા વળ્યા હતા. જેને કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.

મકાનોના સિલિન્ડર ખસેડાયા

અમદાવાદમાં બાપુનગરમાં આવેલા વિકાસ એસ્ટેટમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી. જેને પગલે આસપાના વિસ્તારમાં રહેતા લોકોને ખસેડવામાં આવ્યા હતા. આગે ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયર બ્રિગેડ 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ છે. ખાસ કરીને રહેણાક મકાનમાં રહેલા ગેસ સિલિન્ડરને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : બાપુનગરમાં વિકાસ એસ્ટેટમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, મેજર કોલ કરાયો જાહેર

આ ઘટનામાં મંજૂરી વિના મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો ફેક્ટરીમાં રાખવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. ફેક્ટરીની બાજુમાં આવેલા મકાનોમાં પણ આગ પ્રસરી રહી છે. આગની જ્વાળાઓના કારણે અસહ્ય ગરમી લોકોને દઝાડી રહી છે અને લોકો અહીં રહી શકે તેવી સ્થિતિમાં નથી અને વિસ્તાર છોડી દૂર સ્થળાંતર કરવા લાગ્યા છે. છેલ્લા 2 કલાકથી આગ લાગી હોવાનુ જણાવવામાં આવી રહ્યુ છે. જેને લઈ પોલીસ થી લઈ તંત્ર અને આરોગ્ય વિભાગ ઘટના સ્થળે ખડેપગે હાજર થયું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published on: May 10, 2023 06:50 PM